Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકામાં ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટર ઝડપાયા.

Share

પાવીજેતપુર તાલુકાના છેલ્લા કેટલાક વર્ષોથી પર પ્રાંતના લોકો મેડિકલની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. જેની બાતમી પાવીજેતપુરના પોલીસને મળતાં પાવીજેતપુર પોલીસે તાલુકાના ડુંગરવાંટ ખાતે સપનકુમાર નિરાપદ બિશ્વાસ – મૂળ રહે પશ્ચિમ બંગાળ, સુષ્કાલ ખાતે પ્રોદીપ પ્રફૂલા રોઈ – મૂળ પશ્ચિમ બંગાળ, મોટી આમરોલ ખાતે પલાસ નની ગોપાલ મંડલ – મૂળ રહે પશ્ચિમ બંગાળ અને ચુડેલ ખાતે વિશ્વજીત માધવભાઈ વિશ્વાસ મૂળ રહે – પશ્ચિમ બંગાળ ચારેયના દવાખાના ઉપર રેડ કરીને ચારેય જણાંને ત્યાંથી મેડિકલના સાધનો, એલોપેથીક દવાઓ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.13828.24 /- નો મુદ્દામાલ ઝડપી પાડયા છે.

છોટાઉદેપુર જીલ્લામાં અગાઉ પણ આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા છતાં બોગસ ડોકટરો જામીન પર છૂટીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

Advertisement

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ઝગડિયાની નામાંકિત કંપની સિકા ઇન્ડિયા પ્રા.લી. વેસ્ટ જમીનમાં નિકાલ કરતા ઝડપાઇ.જીપીસીબી ને ફરિયાદ કરાતા તપાસ હાથ ધરાઈ…

ProudOfGujarat

વડોદરાની પોદાર હાઈસ્કૂલમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા ન અપાતા વાલીઓમાં રોષ.

ProudOfGujarat

હિન્દુ જાગરણ મંચનાં ઉપક્રમે પાટણ  જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ પર થતા હુમલા અને અત્યાચારને વખોડતુ આવેદન પાઠવાયું……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!