આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી સિંગરૌલી કોર્પોરેશનની સત્તા છીનવી મધ્ય પ્રદેશમાં સ્થાનીક સ્વરાજ્ય ચૂંટણીમાં “આપની” ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે .પ્રથમવાર મધ્યપ્રદેશમાં ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ સિંગરૌલી કોર્પોરેશન પર કબજો કરી લીધો છે. આમ આદમી પાર્ટીની રાની અગ્રવાલે સિંગરૌલીમાં નવ હજાર મતોથી જીત હાસિલ કરી છે. સિંગરૌલી સીટ પર પહેલા ભાજપનો કબજો હતો. અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર હતી. આ સાથે આમ આદમી પાર્ટી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય જગ્યાએ પણ લડી રહી હતી પરંતુ સિંગરૌલીમાં પાર્ટીને જબરદસ્ત સફળતા મળી છે. સિંગરૌલી જિલ્લામાં આમ આદમી પાર્ટીએ અવિશ્વસનીય જીત હાસિલ કરી છે. રાની અગ્રવાલે ભાજપના ચંદ્ર પ્રતાપ વિશ્વકર્માન ૯૩૫૨ મતોથી હરાવ્યા છે. રાની અગ્રવાલ મારવાડી પરિવારમાંથી આવે છે. તેલાંબા સમયથી સમાજસેવા કરે છે. આ સાથે રાજનીતિમાં પણ જોડાયેલા છે.
ત્યારે આ જીતની ખુશીમાં છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જિલ્લાના બોડેલી અલીપુરા ચોકડી ખાતે ઢોલ નગારા વગાડીને, એક બીજાને મીઠાઈ ખવડાવીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી. વધુમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનો દિવસેને દિવસે વધતો વ્યાપ અને લોકપ્રિયતાથી ભાજપ અને કૉંગ્રેસના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે આજ રીતે “ આપ ” ના વધતા વ્યાપને જોઈ રાજકારણમાં સારા બદલાવના સંકેતો જોવા મળી રહ્યા છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર