સંખેડા તાલુકામાં નર્મદા મિયાગામ કરજણ ગેટ નંબર 4 પાસે સવારે પાંચ ફૂટનો મગર દેખાતા નર્મદા પાવર પ્લાન્ટના એન્જિનિયર ગુરર્જિત સિંહને કેનાલમાં મગર હોવાની સવારે ખબર પડતાં જ નજીકના ગામ બહાદરપુરના એનિમલ રેસ્ક્યૂ ટીમના સચીનભાઈ પંડિતને જાણ કરતાં તરત જ સ્થળ પર તેમની ટીમના સભ્યો દ્વારા પહોંચી મગરનું સાવચેતી પૂર્વક સહી સલામત રેસ્કયુ કરી સંખેડામાં આર.એફ.ઓ નિમેષભાઈ બારીયા તેમજ તેમના સ્ટાફના માર્ગદર્શન હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો અને પાવર પ્લાન્ટ ગેટ નંબર 4 ના એન્જિનિયર ગુરર્જિત સિહ સાહેબે સચીન ભાઈ પંડીતનો આભાર વ્યક્ત કર્યો હતો.
રેહાન પટેલ, છોટાઉદેપુર
Advertisement