બોડેલીના નર્મદા કેનાલ પર બનેલા એકવાડેકની મુલાકાત સુખરામ ભાઇ રાઠવાએ લીધી હતી. થોડા સમય પહેલાજ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ એકવાડેકના પાયાનું ધોવાણ થતા ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં પડી રહેલા પ્રથમ વરસાદને લઈને જ છ મહિના પહેલા બનાવવામાં આવેલો એકવાડેક ધોવાતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ગત ઉનાળાના સમયે પાણીના સ્તર ઉચા આવે અને ખેડૂતોને સિંચાઈનું અને પીવાનું પાણી મળી રહે તે હેતુથી સરકાર દ્વારા એકવાડેક બનાવવામાં આવ્યો હતો પરંતું પહેલા વરસાદમાં જ તે ધોવાઈ જતા કરોડા રૂપિયા પાણીમાં ધોવાઈ ગયા હોવાની લોકચર્ચા હાલ થઈ રહી છે.
બોડેલી પાસે નર્મદા કેનાલ પર આવેલા એકવાડેકના પાયા ધોવાઈ જતા તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ પ્રોજેક્ટને કેવી રીતે પાસ કરી દેવામાં આવ્યો ? જેની ગુણવતાની ચકાસણી વિના જ તેને કરોડો રૂપિયાના આવા કામને કરવા માટે ચૂકવી દીધા હશે તેમ વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા દ્વારા આરોપ લગાવામાં પણ આવ્યો છે કે ટુંક સમયમા જ કરોડોના ખર્ચે બનેલા પાયાનુ ધોવાણ થતા સ્પષ્ટ પણે આ કામમાં ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયેલ છે તેમ દેખાઈ રહ્યું છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર