ભારે વરસાદના કારણે પ્રભાવિત થયેલા છોટાઉદેપુર જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આરોગ્ય સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, છોટાઉદેપુર તરફથી મળતી વિગતો અનુસાર તાજેતરમાં જ છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે પ્રભાવિત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિષયક સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસત વિસ્તારના લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી પીવાના પાણીનું કલોરિનેશન, ડી.ડી.ટી પાઉડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જયાં પાણી ભરાયું છે તેવા વિસ્તારમાં એન્ટીલાર્વા એકટીવિટીઝ પણ કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના માર્ગદર્શન અને જીલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની રાહબરી હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશભાઇ ચૌધરીની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસતારના ગામોમાં મેડિકલ એક-અપ કેમ્પ કરીને લોકોને દવાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ, છોટાઉદેપુર જિલ્લાના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારમાં કોઇ રોગચાળો ફાટી ન નિકળે એ માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર