Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : એસ.ડી.આર.એફની ટીમે માનવતા મહેકાવી, નવીનગરીના બિમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી રેસ્કયુ કર્યું.

Share

છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સંખેડા તાલુકાના કંટેશ્વર ગામની નવીનગરી પણ કુદરતના કોપથી બાકાત રહી નથી. નવીનગરીમાં ભરાયેલા વરસાદી પાણી દરમિયાન માનવતાને મહેકાવતા દ્રશ્ય જોવા મળ્યા હતા. એસ.એડી.આર.એફ-૯ ની ટીમે કેન્સરગ્રસ્ત વ્યક્તિને ખાટલામાં સુવડાવી તેમજ લકવાગ્રસ્ત વ્યક્તિને ઉંચકીને તેમજ બાળકોને ખભે બેસાડીને રેસ્ક્યુ કર્યા હતા.

છોટાઉદેપુર જિલ્લામાં ગત દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ થવા પામી હતી. કુદરતે વરસાવેલા ભારે વરસાદ દરમિયાન સંખેડા તાલુકામાં પણ ભારે વરસાદને કારણે કંટેશ્વર ગામના નવીનગરી ફળિયામાં પણ વરસાદી પાણી ઘરોમાં ઘુસી જતા ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.

Advertisement

ગામમાં થયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બરોડા એસ.ડી.આર.એફની ટીમ નં-૯ને બચાવ કામગીરી માટે કંટેશ્વરના નવીનગરી ખાતે ડિપ્લોય કરવામાં આવી હતી. એસ.ડી.આર.એફની ટીમ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી જોતરાઇ ગઇ હતી. બચાવ અને રાહત કામગીરી દરમિયાન કેન્સરગ્રસ્ત વ્યક્તિ ચાલીને નીકળી શકે એમ ન હોવાનું ધ્યાને આવતા એસ.ડી.આર.એફની ટીમે એ વ્યક્તિને ખાટલા સહિત ઉચકીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

આ ઉપરાંત આ જ ગામના એક વ્યક્તિ કે જે લકવાગ્રસ્ત હોવાને કારણે એ પણ પોતાની મેળે ચાલી શકે એમ ન હોઇ ટીમના બે જવાનોએ એમને પણ ઉંચકીને બહાર કાઢયા હતા. આ ઉપરાંત ફળિયાના અન્ય નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એસ.ડી.આર.એફ ટીમના જવાનોએ નાના બાળકોને ખભે બેસાડી રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડયા હતા.

એસ.ડી.આર.એફ-૯ ગૃપના જવાન વિજયકુમાર નિનામાએ આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે મામલતદારે હુકમ કરતા કંટેશ્વર ગામના નવીનગરી ફળિયામાં પાણીમાં ફસાયેલા ૧૩૫ નાગરિકોને સ્થાનીય પ્રશાસનને સાથે રાખી રેસક્યુ કરીને ગામની શાળામાં સલામત સ્થળે ખસેડયા હોવાનું કહ્યું હતું.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

હાલોલ : PM મોદીની સુરક્ષાને લઇને પાવાગઢ ડુંગર અભેદ કિલ્લામાં ફેરવાયો.

ProudOfGujarat

ભરૂચનાં અલગ-અલગ વિસ્તારમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વિનામુલ્યે માસ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં 33 લોકોના મોત ની આશંકા. આંબેનલીની પાસે એક ખાનગી મીની બસ ખાઈમાં ખાબકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!