છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો ખેડૂતોની હાલત દયનીય સ્થિતિ સર્જાઈ છે ત્યારે સંખેડા પાસેથી પસાર થતી ઉચ્છ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ નદીના કિનારે આવેલા ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફળી વળ્યું હતું. ખેડૂતોનો ઉભો પાક જેવો કે કપાસ, કેળ, ડ્રિપની લાઈન,પાઇપો, ટ્રેકટર, સાથેજ ખેડૂતના ખેતરમાં બાંધેલી 8 જેટલી ભેંસો અને ખેતરમાં બનાવેલ મકાન પણ તણાઈ ગયું છે. નદી કિનારાના ખેડૂતોના ખેતરો મેદાનમા ફેરવાઈ ગયા છે. ખેતરોમાં રેતી આવી ગઈ છે. આ ખેડૂતોએ વાવેતર કરવા માટે બેંકમાંથી લોન લઈ અને ઘરના ઘરેણાં ગીરવે મૂકીને ખેતી કરી હતી. બીજા ખેડૂતના ખેતરમાં કેળનું વાવેતર કરવામાં આવ્યું હતું. એમના ખેતરમાં ઉભો પાક પણ તણાઈ ગયો છે. ખેડૂતોનું લાખોનું નુકશાન થતા ખેડૂતોના આંખોમાં આંસુ આવી ગયા હતા. રળતી આંખે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કોઈ સહાય આપવામાં આવે. સરકાર આ ખેડૂતોની વ્હારે આવે અને સહાય આપે તે જરૂરી બન્યું છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર
છોટાઉદેપુર : સંખેડાના નાગરવાડા પાસે આવેલ ખેતરોનો ઊભો પાક ઉચ્છ નદીના પાણીમાં તણાયો.
Advertisement