છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ.ભાભોરની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લો એમ.પી. બોર્ડરને અડીને આવેલ હોય જેથી બોર્ડરને અડીને આવેલ પો.સ્ટે. વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ ફરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુંસંધાને નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડને તેઓના અંગત બાતીમીદાર થકી બાતમી હકીકત મળેલ કે એમ.પી.ના કંથારી ગામ તરફથી એક સફેદ કલરની બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખાટીયાવાંટ તરફ આવી રહેલ છે તેવી મળેલ બાતમી હકકીત આધારે નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ નાઓએ તેઓના તાબા હેઠળનાં પોલીસ કર્મચારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા સદર ટીમ દ્વારા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ નાકાબંધી કરવામાં આવેલ અને બાતમી હકીકત વાળી બોલેરો ગાડી આવતા તેને કોર્ડન કરી રોકવાની કોશિશ કરેલ પરંતું ગાડી ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ નહી જેથી તેનો પીછો કરી ગાડી ચાલકને પકડી પાડવામાં આવેલ અને સદર ગાડી ચાલકનું નામ ઠામ પુછતા તેને પોતાનું નામ લાલુભાઇ ગમતીયાભાઇ રાઠવા રહે.ડુંગરગામ તા.કવાંટ જી.છોટાઉદેપુર નાનો હોવાનું જણાવેલ સદરી બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૧૬૦૦ કિ.રૂ.૨,૬૫,૦૦૦/- તથા ગાડીની કિં.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૬,૬૬,૦૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કયાંથી લાવેલ અને કયાં લઇ જવાતો હતો ? તે સબંધમાં તપાસ કરતા એમ.પી. નાં રામુ ઉર્ફૅ રમેશભાઇ ડાવર રહે.છકતલા તા.જી.અલીરાજપુર તથા જટડાભાઇ જતરીયાભાઇ કલેશ રહે.કંથારી તા.સોઢવા જી.અલીરાજપુર તથા નાનજીભાઇ શંકરભાઇ ભીલ રહે.વાસણા વસાહત-૩ તા.સંખેડા જી.છોટાઉદેપુર નાઓનાં નામ ખુલવા પામેલ છે. આ સિવાય અન્ય કેટલા આરોપીઓની સંડોવણી છે તે સબંધે તપાસના ચક્રોગતીમાન કરવામાં આવેલ છે. આમ, નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ નાઓ સાથે સંકલનમાં રહી તેઓની ટીમ દ્વારા પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.
તૌફીક શેખ, છોટા ઉદેપુર