મંત્રીની સાથે સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવી અને નાયબ કલેકટર સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ પહોંચ્યા હતા, મંત્રી નિમિષાબેન સુથારે અને સાંસદે અસરગ્રસ્તોને ઘરોની મુલાકાત લઈ અસરગ્રસ્તોને સરકાર પૂરતી મદદ કરશે તેવી હૈયા ધારણ આપી હતી. મંત્રીએ ગામલોકો માટે પ્રાથમિક શાળામાં કરાયેલ ભોજન વ્યવસ્થાની પણ નિરીક્ષણ કર્યું હતું, મંત્રી નિમિષાબેન સુથાર જ્યારે પાણેજ પહોચ્યા તે વખતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ઝૂમ ઉપર વિડીયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર જિલ્લાની માહિતીથી અવગત કરી તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થા વિશે માહિતગાર કર્યા હતા. મંત્રી એ ગામલોકોને બિસ્કિટ સહિત મીણબત્તી અને માચીસનું વિતરણ પણ કર્યું હતું. કીચડમા જાતે ચાલીને મંત્રીએ ગામલોકોના ઘરે ઘરે જઈ મુલાકત લીધી હતી. ઉલ્લેખનિય છે કે ગઈકાલે થયેલા ભારે વરસાદને લઈ પાણેજ ગામમા પુરના પાણી ઘુસ્યા હતા અને અનેક પશુઓએ મોત નિપજ્યા છે, તો ઘરની અનાજ સહિત તમામ ચીજવસ્તુઓ બગડી જતા ગામલોકોની હાલત કફોડી બની છે.
રેહાન પટેલ, છોટાઉદેપુર
રાજ્ય કક્ષાના મંત્રી અને છોટાઉદેપુર જીલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે બોડેલી તાલુકાના પુર અસરગ્રસ્ત પાણેજ ગામની મુલાકાત લીધી.
Advertisement