આજરોજ પો.ઇન્સ. વી.એ.દેસાઇ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સ્ટાફના પોલીસ માણસોને વાહન ચેકીંગ અને નાકાબંધી કરી હકિકતો મેળવી પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હતી. જે અનુસંધાને તા.૨૯/૦૬/૨૦૨૦ ના રોજ પોલીસ સબ ઈન્સ્પેકર વી.એન. પ્રજાપતિ તથા પોલીસ સ્ટાફનાં માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે સીલોજ ગામની સીમમાં રસ્તામાં નાકાબંધી દરમ્યાન એક બોલેરો ગાડી આવતી દેખાતા તેના ચાલકને ગાડી ઉભી રાખવા સરકારી ગાડીની ડીપરથી ઇશારો કરતા બોલેરો ગાડીનો ચાલક પોલીસ માણસોને જોઈને તે બોલેરો ગાડીનો ચાલક દુરથી પોલીસની ગાડીની લાઇટ જોઈ પોતાની ગાડી રોડની સાઇડમાં ઉતારી ગાડીમાંથી ઉતરી અંધારાનો લાભ લઇ નાશવા લાગેલ જે ગાડી પાસે પહોંચી સાથેના પોલીસ માણસો ગાડીમાંથી ઉતરી બેટરીઓ વડે આસપાસનાં વિસ્તારમાં તપાસ કરતા વાહન ચાલકનો પત્તો મળી આવેલ નહિ અને તે અંધારાનો લાભ લઈ કયાંક ભાગી ગયેલ અને પકડાયેલ મહિન્દ્રા બોલેરો ગાડી રજીસ્ટેશન નંબર GJ-07-AG-4377 ની અંદર તપાસ કરતા ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં પૂઠાનાં બોક્ષમાં ભરેલ બોટલ નંગ-૩૦૦ કિં.રૂ. ૧,૫૭,૦૦૦/- તથા મહીન્દ્રા બોલેરો ગાડીની કિંમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૫૭,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પો.સ્ટે.માં મહિન્દ્રા બોલેરો ગાડી રજીસ્ટેશન નંબર GJ-07-AG-4377 ના ચાલક તથા પ્રોહી મુદ્દામાલ આપનાર તથા મંગાવનાર વિરૂદ્ધ પ્રોહી એક્ટની કલમ ૬૫-એ,ઇ,૯૮(૨), ૮૧, ૮૩ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની તપાસ કરી પકડી પાડવા સારૂ ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
તૌફીક શેખ, છોટા ઉદેપુર