18 જૂને ગુજરાત પ્રવાસે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારની “પોષણ સુધા યોજના” ને વધુ વિસ્તારોમાં વિસ્તારવાનો અભિગમ અપનાવ્યો. આ યોજનાનો ઉદ્દેશ્ય સગર્ભા સ્ત્રીઓને પોષણના લાભો આપવાનો છે. આ યોજના પ્રાયોગિક ધોરણે 2017-18 માં શરૂ કરવામાં આવી હતી. આંગણવાડીઓમાં નોંધાયેલ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ યોજના હેઠળ આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ અને એક સમયના ભોજન સાથે આરોગ્ય પોષણ શિક્ષણ આપવામાં આવે છે. પહેલા ફકત કવાંટ તાલુકામાં જ કાર્યરત પોષણ સુધા યોજના હવે ધીરે ધીરે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં શરૂ થઈ રહી છે. આજથી છોટાઉદેપુર નગરની આંગણવાડીઓમાં યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રેહાન પટેલ, છોટાઉદેપુર
Advertisement