ચોમાસાની શરૂઆત બાદ છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી, જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહયા છે, આજે સવારના 6 થી બપોરના 2 વાગ્યા દરમિયાન બોડેલી અને પાવિજેતપુરમાં 4 ઇંચ, સંખેડામાં 3 ઇંચ તો છોટાઉદેપુરમાં 1.25 ઇંચ જ્યારે નસવાડીમાં 1 ઇંચ અને કવાંટમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે, ભારે વરસાદને લઈ રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા, તો બોડેલીમાં રેલવે ગરનાળા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
છોટાઉદેપુર નગરની નિઝામી સોસાયટીમાં પણ વરસાદી પાણીના નિકાલના અભાવને સોસાયટીના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં હતા, તો બીજી તરફ વરસાદના અભાવને લઇ ચિંતામાં મુકાયેલા પંથકના ખેડૂતો ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ગઈકાલ સુધી જિલ્લામાં માત્ર 6.47 % વરસાદ નોંધાયો હતો જે આજે થયેલ ભારે વરસાદને લઈ વધીને 12.30% ઉપર પહોંચ્યો છે.
રેહાન પટેલ, છોટાઉદેપુર