Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : સંખેડાના ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરાઈ.

Share

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સહયોગથી શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન વડોદરા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટપુર તાબાના ટીબીની સારવાર લઈ રહેલા ૧૦ જેટલા દર્દીઓ ને પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને આપવા માટે નો કાર્યક્રમ ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો.

શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવેલ દર્દીઓને સારવાર ચાલે ત્યાં સુધી એટલે કે છ મહિના સુધી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને આપવામાં આવશે તેમ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઇ લિંબાચીયા એ જણાવ્યું હતું.

Advertisement

દેશમાંથી વર્ષ ૨૦૨૫ સુધીમાં ટીબી રોગ નાબૂદી માટે દેશના માનનીય વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ આહવાનના પગલે દર્દીને નિઃશુલ્ક સારવાર ઉપરાંત પૌષ્ટિક આહારની કમી ન રહે અને સારું પૌષ્ટિક આહારના કારણે સારવારની અસરકારકતા વધે અને નક્કી કરવામાં આવેલ સારવાર લીધા બાદ દર્દી સંપૂર્ણ રીતે રોગમુક્ત થાય તે માટે શરૂ કરવામાં આવેલ ઝૂંબેશમાં સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તેમ જિલ્લા ક્ષય અધિકારી ડો.ભરતસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઇ લિંબાચીયા, સંસ્થાના ટ્રસ્ટીઓ ગીરીશભાઈ ગાંધી તથા જનકભાઈ પટેલ ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી ડો. વૈશાલી પરમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટપુરના ડો.નિખાર વાઘેલા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા, તાલુકા ટીબી સુપરવાઈઝર ઓમપ્રકાશ કામોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સુપરવાઈઝર અતુલ પટેલ તેમજ ભાટપુર ગ્રામ પંચાયતના સરપંચ પ્રમોદભાઈ તડવી સહિત લાભાર્થી ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રેહાન પટેલ, છોટાઉદેપુર


Share

Related posts

ગાર્ડન સીટી ગણેશ યુવા ગ્રુપ ધ્વારા પાણીના કુંડા તેમજ ચકલી ઘરનુ વિતરણ

ProudOfGujarat

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ, સંસ્થાએ નિયમો પણ બનાવ્યા

ProudOfGujarat

ઓલપાડ ટાઉનમાં પેધા પડેલા તસ્કરોએ રૂ.૫૭,૦૦૦ મત્તાની ચોરી કરી પલાયન                

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!