આજે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે એક પોલીસ કર્મચારીને વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો. છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હિંમતભાઈ રાઠવાનો વિદાય સમારોહ છોટાઉદેપુરના ડીવાયએસપી જે જી ચાવડાની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશન સંકુલમાં યોજાયો, ડીવાયએસપી ની સાથે છોટાઉદેપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કામળિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને નિવૃત થયેલ કર્મચારીને સાલ ઓઢાડીને વિદાય આપવામાં આવી હતી, અને સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા પણ સાલ ઓઢાડીને વિદાય આપવામાં આવી હતી.
રેહાન પટેલ, છોટાઉદેપુર
Advertisement