છોટાઉદેપુર જિલ્લાની 69 શાળામા ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને અન્ય શાળામા જવા માટે ટ્રાન્સપોટેશનની સુવિધાઓ આપવાના નિયમ છે. હાલ શાળાઓ શરૂ થયાને એક મહિનો થઈ ગયો છતાંય ટ્રાન્સપોટેશનની સુવિધા બંધ હોય આદિવાસી બાળકો કેટલાય કિલોમીટર પગપાળા ચાલીને શાળા એ પહોંચી રહ્યા છે.
નસવાડી તાલુકાની 26 પ્રાથમિક શાળાઓમા ટ્રાન્સપોટેશનની સુવિધા શરૂ કરાઈ ન હોય 1200 થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ પગપાળા શાળા એ આવવા મજબુર બન્યા છે. શાળાઓ છૂટી ગયા બાદ વાલીઓ પણ ચિંતા કરે છે. કારણ કે બાળકો જંગલના રસ્તેથી પસાર થઈ આવતા હોય મોડી સાંજ સુધી ઘરે પહોંચતા નથી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલ ટ્રાન્સપોટેશન સેવાને લગતી કાર્યવાહી કરાઈ રહયાનું જણાવ્યું છે. ત્યારે વિસ્તારના વાલીઓ વિદ્યાર્થીઓ જલ્દી સુવિધા શરૂ થાય તેવી માંગ કરી છે.
રેહાન પટેલ, છોટાઉદેપુર
Advertisement