ગ્રામજનોનો આરોપ છે કે ગામના બે ખેડૂતના ખેતરોમાં જમીન લેવલિંગ કામ મનરેગા હેઠળ મંજુર થયા બાદ સ્થળ ઉપર કામગીરી કરવામા આવી નથી અને સરપંચ તથા સંબંધિત વિભાગના કર્મચારીઓની મિલીભગતથી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે, આશ્ચર્યની વાત તો એ છે કે આ જમીન લેવલિંગના કામ માટે જે શ્રમિકોના જોબકાર્ડ ઓનલાઇન દર્શાવાયા છે તેમાં શાળામાં અભ્યાસ કરતા 12 થી 15 વર્ષના ગામના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના નામના છે જેમની વય 18 વર્ષ દર્શાવી ભ્રષ્ટાચાર આચરવા આવ્યું છે, ગામમા વિકાસના કામ થાય અને તેની સાથે ગામના લોકોને રોજગારી મળે તેવા ઉદ્દેશ્યથી મનરેગા હેઠળ કરાતા કામોમાં સરપંચ અને સંબંધિત વિભાગના કર્મચારી અને અધિકારીઓ દવારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે લોકો સામે પગલા ભરવા અને ન્યાય આપવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી રજુઆત કરાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બે દિવસમાં તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
રેહાન પટેલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર : નસવાડી તાલુકાના કુકરદા ગામે મનરેગાના જમીન લેવલિંગ કરવાના કામમાં ગેરરીતિ કરાઈ હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું.
Advertisement