Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર પોલીસ મથકનું જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું.

Share

પોલીસ મથકમાં સમગ્ર વર્ષ દરમિયાન કરાયેલ કામગીરીની સમીક્ષા અર્થે પ્રત્યેક પોલીસ મથકનું જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સ્પેશન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યું હતું, પોલીસ મથકમાં પેન્ડિંગ અરજીઓ સહિત પોલીસ મથકની ભૌતિક સુવિધાઓની પોલીસ વડાએ સમીક્ષા કરી હતી, ઇન્સ્પેકશનમાં વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ વી કાટકડ પણ ઉપસ્થિત રહયા હતા, આ પ્રસંગે પોલીસ મથકના જવાનોએ ઇન્સ્પેકશન પરેડ કરી જિલ્લા પોલીસ વડાને સલામી આપી હતી. પોલીસ મથકમાં પેન્ડિન્ડ અરજીનો ત્વરિત કાયદાકીય રીતે નિકાલ કરવા પોલીસ વડાએ પોલીસ મથકના PI વી એમ કામલિયાને સૂચના આપી હતી.

રેહાન પટેલ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ખરચી ગામે વૃદ્ધાને ખેતરનાં રૂમમાં પૂરી ઇસમે સોનાની બંગડીઓની લુંટ કરી.

ProudOfGujarat

કર્ણાટક હિજાબ વિવાદની હાઈકોર્ટના નિર્ણયની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર.

ProudOfGujarat

વાંકલ : ઝાંખરડા ગામે બાળકોને ઉંટ ગાડીમાં બેસાડી અનોખી રીતે શાળા પ્રવેશ ઉત્સવની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!