છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર નગરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત વંદે ગુજરાત વિકાસયાત્રા આવી પહોંચતા નગરજનો અને આગેવાનો દ્વારા વંદે ગુજરાત વિકાસયાત્રાનું સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વંદે ગુજરાત વિકાસયાત્રાના નગરમાં ભ્રમણ બાદ છોટાઉદેપુર ખાતે આવેલી એસ.એફ.હાઇસ્કૂલ આવી પહોંચતા ત્યાં સભા કરવામાં આવી હતી. આ સભામાં આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ખૂબ સારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. તેમણે ભૂતકાળ વાગોળતા જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમમાં જિલ્લામાં આવ્યા હતા. તેમણે જે બાળકને ધો.૧માં પ્રવેશ કરાવ્યો હતો એ દિકરો આજે ડૉકટર બની ગયો છે એમ જણાવી તેમણે સરકારે આદિવાસીઓની ખૂબ ચિંતા કરે છે એમ જણાવી તેમણે મહિલાઓની વાત કરતા તેમણે આ સરકારે મહિલાઓને ખૂબ માન સન્માન આપ્યા છે એમ જણાવ્યું હતું.
પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત મોડેલ વિશ્વ ફલક ઉપર ડંકો વગાડ્યો છે એમ જણાવી તેમણે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસકાર્યો અંગે વિગતે જાણકારી આપી ઉપસ્થિત વિદ્યાર્થીઓને મન લાગવીને અભ્યાસ કરવા અંગે શીખ આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગરીબ, વંચિત, છેવાડાના માણસનો વિકાસ એ અમારી સરકારની પ્રાથમિકતા છે એમ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા અને આદિજાતિ વિકાસ નિગમના ડીરેકરટ જશુભાઇ રાઠવાએ લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું.
કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ નરગીસબેન, મેહુલભાઇ પટેલ, મુકેશભાઇ, એસ.એફ હાઇસ્કૂલના હિતેશભાઇ, વિદ્યાર્થીઓ, નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રેહાન પટેલ, છોટાઉદેપુર