Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની પ્રશંસનીય કામગીરી સોનાની ચેઇન આપો તો જ દીકરીને સાસરે મોકલીશુ તેમ કહેતા અભયમ 181 મહિલા હેલ્પલાઇન છોટાઉદેપુર દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું. 

Share

બોડેલી પાસેનાં ગામમાંથી એક પરણિતાનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવેલ કે તેના માતા પિતા તેને સાસરીમાં જવા દેતા નથી અને ઘરમાં ગોંધી રાખે છે જેમાં મદદરૂપ બનવા જણાવતાં છોટાઉદેપુર અભયમ રેસ્ક્યુવાન સ્થળ પર પહોંચી માતા પિતાને સમજાવી દીકરીને સાસરે મોકલવા સમજાવવા તૈયાર કર્યા હતા. બનાવની સંપુર્ણ  વિગત એવી છે કે પરણિતા સંગીતાનાં લગ્ન છોટાઉદેપુર પાસેનાં ગામમાં રહેતા રણજીતભાઇ સાથે સામાજિક રીતે રિવાજ મુજબ થયા હતા. લગ્ન સમયે દીકરીની સાસરીવાળાએ સોનાની ચેઇન આપવા જણાવેલ પરંતુ આપી ના હતી તેથી થોડી રકઝક બાદ સાસરીવાળાએ જણાવેલ કે થોડા દિવસમાં અમો આપીશુ આમ કહેતા દીકરીને સાસરીમાં મોકલેલ હતી. ત્રણ મહિના થઈ ગયા પરંતુ સાસરીવાળા ચેઇન લાવી શક્યા ના હતા. સંગીતા પોતાના પિયરમાં  માતા પિતાને મળવા આવી હતી ત્યારે તેના પિતાએ તેને પોતાના ઘરે રોકી રાખી હતી અને સોનાની ચેઇન આપે તો જ પાછી સાસરીમાં મોકલીશું તેમ કહી જબરજસતીથી ઘરે રોકી રાખી હતી. તેમના જમાઈ તેડવાં આવેલ અને જણાવેલ કે હાલમાં આર્થિક મુશ્કેલી હોવાથી પરિસ્થિતિમાં સુધારો થતાં  ચેઇન લાવી આપીશ પરંતુ સસરાએ જણાવેલ કે તમારી સારી પરિસ્થિતિ થાય ત્યારે આવશો આમ કહી તેમને વિદાય કર્યા હતા. ત્યાર બાદ રણજિતનાં સંબંધી પણ તેડવાં આવેલ પરંતુ તેમને પણ પાછા કાઢેલ હતાં. અભયમ ટીમે સંગીતાનાં માતા પિતાને સમજાવેલ કે બંને વચ્ચે સારો મનમેળ છે પરંતુ તમારા જમાઈની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી તેઓ મુશ્કેલીમાં છે તમે કન્યાદાન કર્યું છે જેથી દીકરીની ઈચ્છા મુજબ તેને સાસરીમાં જવા દો. આમ જણાવી ગામ આગેવાન અને સરપંચની હાજરીમાં તેઓએ જમાઈને ફોન કરી સંગીતાને તેડી જવા જણાવેલ આમ અભયમ દ્વારા અસરકારક સમજાવતાથી ગુંચવાયેલો મામલો હલ થયો હતો.

તૌફીક શેખ, છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ નીચે વર્ષોથી ચાલી રહેલા લારી ગલ્લા હટાવાયા.

ProudOfGujarat

ઝઘડીયાના રાણીપુરા ગામે ચુંટણીની અદાવતે શેરડી સળગાવી દેતા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ : ગાંધીનગર CID ક્રાઇમના ને.હા 48 પર દરોડા : પાલેજ, નબીપુર વચ્ચેથી ગેરકાયદેસરનું લાખોની મત્તાનું બાયોડીઝલ પંપ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!