Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરમાં સ્ટ્રીટ લાઇટના પોલને અડતા વીજ કરંટ લાગતા ગૌવંશનું મોત.

Share

છોટાઉદેપુર પંથકમાં એમ.જી.વી.સી.એલ ની બેદરકારી સામે આવી. છોટાઉદેપુર નગરની નિર્મળ સોસાયટીમાં એક સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉપર વીજ કરંટ ઉતરતા એક ગૌવંશનું મોત થયું હતું. જાણવા મળ્યું છે સદર વીજપોલના બાંકડા પાસે સોસાયટીના રહીશો બેસતા હોય છે. સદનસીબે માનવ મૃત્યુ ની ઘટના થતી રહી ગઈ છે. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કર્યાના સમાચાર સાંપડી રહયા છે. નગરના તમામ પોલ ઉપર ખુલ્લા વીજ વાયરો લટકી રહ્યા છે અને મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. નગરસેવા સદન અને એમ.જી.વી.સી.એલ આવા જોખમી પોલનું સત્વરે કામ કરાવે તેવી જાહેરજનતાની માંગ છે.

રેહાન પટેલ છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ઝઘડીયાના રાજપારડી ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લોક કાર્યોનો સ્થળ ઉપર નિકાલ કરાયો.

ProudOfGujarat

‘સાત’ વોલ્ટેર વીરૈયાની પ્રેસ મીટમાં મેગાસ્ટાર ચિરંજીવીએ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે કર્યું ફ્લર્ટ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિવસની સેવા તેમજ સમર્પણ સહિતના કાર્યકમો થકી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!