છોટાઉદેપુર પોલીસ અધિક્ષકનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્થાનિક કક્ષાએ ગુનાઓ કરી અન્યત્ર ભાગી જતાં આરોપીઓને ઝડપી પાડવા છોટાઉદેયપુર ક્રાઇમ બ્રાંચને સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એચ.એચ.રાઉલજી નાઓની સૂચના મુજબ એલ.સી.બી નાં સ્ટાફને બાતમી મળી હતી કે મોટરસાયકલ ચોરી કરી એક સુરત સચિન ભાગી ગયો હતો અને ચોરીના આરોપ હેઠળ પકડવાનો બાકી હતો. તે આરોપી પાનવડ આવ્યો હોવાના સમાચાર એલ.સી.બી ને મળ્યા હતા. મળેલ બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો કનલવા જવા માટેના ત્રણ રસ્તા ઉપર વોચ ગોઠવી બેઠા હતા. હકીકત મુજબના વર્ણનવાળો ઇસમને પકડી તેઓની સધન પૂછપરછ કરતાં પોતે ચોરી કરી ગુનો કર્યાની કબૂલાત કરતાં તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પાનવડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
રેહાન પટેલ, છોટાઉદેપુર
Advertisement