Proud of Gujarat
FeaturedGujaratINDIA

બોડેલી-ડભોઇ રોડ પર પાટણા પાસે ઈકો ગાડી પર ઝાડ પડ્યું, સદનસીબે કોઈ જાનહાની નહીં.

Share

બોડેલીથી વડોદરા જોડતા હાઇવે પર અને ખાસ કરીને બોડેલીથી ગામડી વચ્ચે વારંવાર અકસ્માતના બનાવ બનતા રહ્યા છે. ક્યારે સ્પીડ બ્રેકરને લઈને અકસ્માત થાય છે તો ક્યારેક વૃક્ષો પડે છે અને અકસ્માત સર્જાય છે ત્યારે વધુ એક અકસ્માત બોડેલી તાલુકાના પાટણા ગામ પાસે હાઈવે પર બન્યો હતો. વડોદરા તરફથી મુસાફરો ભરીને બોડેલી તરફ આવી રહેલી ઇકો ગાડી પર વૃક્ષ પડ્યું હતું ઈકો ગાડીને નુકસાન થયું હતું જોકે સદનસીબે ડ્રાઇવર સહિત મુસાફરોનો આબાદ બચાવ થયો હતો આજુબાજુ વિસ્તારના લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

સમગ્ર રેતી ખનન ગેરકાયદેસર હોવા છતા રાજકીય ભંગના કારણે ભારે વાહનોના માલિકો બેલગામ::: વાંચો આગળ

ProudOfGujarat

એક સગીરવયનો અને બીજા બે આરોપીઓ દ્વારા વોટસએપ વિડીયો કોલ વગેરે દ્વારા સગીરવયની છોકરીને થતી હેરાનગતિની દુઃખદ કહાની એટલે સુધી કે ચહેરો એસિડ નાખી વિકૃત કરવાની ધમકી આપી…

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા આયોજિત સુરક્ષા સેતુ રથનું માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!