છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુન ગામના ખેડૂતો અને ગામના આગેવાનો દ્વારા નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, આવેદનપત્રમાં જણાવેલ હતું કે છેલ્લા અઢી વરસથી ગામ લોકોની જમીન જે સરકારી તંત્ર એ હડફ કરી છે અને એ જમીન લઈ લીધી છે જેના ઉપર સરકારી સ્કૂલ અને પોલીસ સ્ટેશનનું બાંધકામ થયું છે ખરેખર આ જમીન ગામના વડીલો પાર્જિત બાપ દાદાઓની છે જેમાં ગામ લોકો માલકી હક આજે પણ ધરાવે છે જેની મહેસુલ જમીન પર આજે પણ ગામ લોકો ભરે છે તેવું આવેદન પત્રમાં જણાવેલ હતું, ત્યારે ગામલોકો દ્વારા સૂત્રોચ્ચાર કરી નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
રેહાન પટેલ, છોટાઉદેપુર
Advertisement