Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી પ્રમુખ સહિત અનેક નેતા ભાજપામાં જોડાયા.

Share

છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ અને પૂર્વ પ્રમુખ યશપાલ ઠાકોરે ગાંધીનગર કમલમ ખાતે સી.આર. પાટિલના હસ્તે કેસરીયો ધારણ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસમાં ખૂબ મોટું ભંગાણ સર્જાયું છે. છોટાઉદેપુર જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખ ઉમેશ શાહ, અને પૂર્વ પ્રમુખ યશપાલ ઠાકોર ગાંધીનગર કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખના છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી પ્રમુખે કોંગ્રેસનો સાથ છોડી ભગવો હસ્તે કેસરીયો ધારણ કર્યો છે અને કોંગ્રેસને રામરામ કરીને ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં છોટા ઉદેપુર જીલ્લા વેપારી મંડળના પ્રમુખ દીપેશ શાહ તેમજ સહકારી આગેવાન વિપિન પટેલ પણ ભાજપમાં જોડાયા છે.

હાલમાં છોટા ઉદેપુર જીલ્લામાં ત્રણ વિધાનસભાની બેઠકો છે, જેમાની બે કોંગ્રેસ પાસે અને એક ભાજપ પાસે છે, ઉમેશ શાહ અને યશપાલ ઠાકોર ભાજપમાં જોડાવાથી ભાજપ ત્રણે બેઠકો ઉપર કેસરીયો લહેરાવવાની ગણતરી લગાવીને બેઠું છે, અને હજુ પણ કોંગ્રેસમાં મોટો ઝાટકો લાગે તેવી અટકળો ચાલી રહી છે, અને આગામી દીવસોમાં હજુ પણ કડાવર નેતા કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કરે તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે. ઉમેશ શાહ એક કદાવર નેતા માનવામાં આવે છે, તેઓ પોતે વર્ષોથી કોંગ્રેસનાં કાર્યકર તરીકે કામ કરતા આવ્યા છે, અને સહકારી ક્ષેત્રમાં પણ મજબૂત પકડ ધરાવે છે, તેઓએ પોતે પાવી જેતપુર ખરીદ વેચાણ સંઘમાં કાર્યરત છે, તેઓએ પાવી જેતપુર એપીએમસીમાં ચેરમેન પદે પણ વર્ષો સુધી રહ્યા છે, અને ગત ૨૦૧૬ માં ભાજપના બહુમતી સભ્યો ચૂંટાતા ભાજપના બળવાખોર સભ્યોને ટેકો આપીને સત્તા મેળવવા માંગતા બળવાખોરોને સત્તાધીશ બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. હવે જ્યારે ઉમેશ શાહ ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે પાવી જેતપુર એપીએમસીના બધા સમિકરણો બદલાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. થોડા દીવસો અગાઉ ગુજકોમાસોલના ડીરેકટરની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના મેટ ઉપર ઉમેશ શાહના નાનાભાઇ દીપેશ શાહના પત્ની નયના શાહને ચૂંટણી લડાવાઈ હતી જેમાં નયના શાહનો ભવ્ય વિજય થયો હતો, જેને ઉમેશ શાહના ભાજપ પ્રવેશનો માર્ગ મોકળો કરી દીધો હતો, અને બીજી તરફ ઉમેશ શાહના પરીવારને ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા સાથે ઘરોબો છે, અને તેઓએ ઉમેશ શાહને ભાજપ પ્રવેશ માટે સંપૂર્ણ મહેનત કરીને લાવવામાં સફળતા મેળવી છે અને અત્યાર સુધી કોંગ્રેસની પડખે રહેલી પાવી જેતપુર પાવી જેતપુરની જનતા ભાજપની પડખે જતાંભાજપનો વિજય નિશ્ચિત દેખાઈ રહ્યો છે,

Advertisement

રેહાન પટેલ, છોટાઉદેપુર


Share

Related posts

અંકલેશ્વર GIDC સ્થિત લક્ષ્મી એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી આધાર-પુરાવા વગરની શંકાસ્પદ 440 નંગ યુરિયા ખાતરની થેલીઓ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે 5 કોરોનાનાં કેસ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat

કલેક્ટરના હસ્તે નર્મદા જિલ્લાનો સને ૨૦૨૧-૨૨ ના વર્ષનો રૂા. ૯૧૦.૮૪ કરોડનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખૂલ્લો મુકાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!