Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરનાં ખાણ ખનીજની લીઝો પર કુલમુખત્યાર રદ્દ કરવામાં આવેલ છે. 

Share

 છોટાઉદેપુર જિલ્લામાં અસ્તિત્વ ધરાવતી લીઝો તથા સ્ટોકમાં લીઝ કરારખત તથા સ્ટોક મંજૂર થયા બાદ ઘણાં કિસ્સાઓમાં મૂળ લીઝ ધારક, સ્ટોકધારક દ્વારા અમુક સમય બાદ કુલમુખત્યારનામુ, પાવર ઓફ એટર્ની કચેરીમાં રજૂ કરી લીઝ, સ્ટોકની માલિકીનું ખરીદ વેચાણ કરવામાં આવતું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું છે. અમુક કિસ્સાઓમાં સમયાંતરે એક જ લીઝ, સ્ટોકમાં બે અથવા તેથી પણ વધુ કુલમુખત્યારનામા રજૂ કરી લીઝ, સ્ટોકનાં સંચાલન હકોની વખતોવખત ફેરબદલ થતી હોવાનું પણ જણાઇ આવ્યું છે. જેના કારણે તંત્ર દ્વારા અધિકૃત્ત લીઝ ધારક, સ્ટોકિસ્ટ સાથે કરવાના રહેતા પત્ર વ્યવહાર, નોટિસ બજવણી, દંડ વસૂલાત પ્રક્રિયા, કોર્ટ સમક્ષ રજૂ થતા કેસો, સિક્યુરીટી પેપર ઇસ્યુ કરતી વખતે અધિકૃત્ત વ્યક્તિની હાજરી, સ્થળ તપાસ સમયે ઉભા થતા પ્રશ્નો વગેરે જેવા કારણોસર ઉભી થતી મુશ્કેલીઓ તથા વંચાણે લીધેલ ગુજરાત માઇનોર મિનરલ્સ કન્સેશન રૂલ્સ-૨૦૧૭ ની જોગવાઇઓ ધ્યાને લેતા આ મુજબનો પરિપત્ર કરવામાં આવેલ છે કે છોટાઉદેપુર જિલ્લામાં અસ્તિત્વ ધરાવતી તમામ લીઝો તથા સ્ટોકમાં આજદિન સુધી કચેરીએ રજૂ કરવામાં આવેલ તમામ કુલમુખત્યારનામા, પાવર ઓફ એટર્ની રદ કરવામાં આવે છે તથા લીઝો, સ્ટોકનાં મૂળ માલિક અથવા તેમની હયાતી ના હોય અગર શારિરિક અસક્ષમ હોય તેવા વ્યાજબી કિસ્સામાં તેમના લોહીનાં સબંધ અથવા વારસાઇ હકો ધરવતા અધિકૃત્ત વ્યક્તિઓને જ હવે પછીથી તમામ પ્રકારના લીઝ, સ્ટોકનાં અધિકૃત્ત વ્યવહારો તથા તેને લગતા નિયમોનુસારનાં કાર્યો કરવા આદેશ કરવામાં આવે છે. વધુમાં હવે પછીથી અત્રેથી કરવામાં આવતી સ્ટોક, લીઝની સ્થળ તપાસ, અધિકારીશ્રી સમક્ષ થતી રૂબરૂ સુનવણી વગેરે જેવા સરકાર તથા લીઝ ધારક, સ્ટોકધારક વચ્ચેનાં અગત્યનાં કચેરી વ્યવહારો દરમિયાન પણ લીઝ ધારકશ્રી, સ્ટોકધારકએ  પોતે હાજર રહેવાનું જણાવવામાં આવે છે. સાથે જ અતિ આવશ્યક સંજોગોના કિસ્સામાં મૂળ લીઝધારક, સ્ટોકધારકની અવેજીમાં SSP પેપર (સિક્યુરીટી પેપર) કચેરીએથી મેળવવા કોઈ એક અધિકૃત્ત વ્યક્તિ નિમવાની છૂટ આપવામા આવે છે, જેને અધિકૃત્ત કર્યાના તમામ આધાર પુરાવા તથા અધિકૃત્ત વ્યક્તિના ઓળખકાર્ડ તથા ફોટો સાથે આ બાબતની જાણ અત્રેની કચેરીએ ૧૫ જુલાઇ-૨૦૨૦ સુધીમાં અચૂક કરવાની રહેશે. આ અધિકૃત્ત કરેલ વ્યક્તિની માન્યતા એક વર્ષની રહેશે, તેની સંબંધિતોને નોંધ લેવા જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. 

તૌફીફ શેખ, છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડી ખાતે અલગ અલગ સાર્વજનીક સ્થળે મંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના વંશજ ભીમરાવ આંબેડકરજીનુ વ્યારા-તાપીમા હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરાયું.

ProudOfGujarat

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીનાં વીસી એ જાહેર કર્યો મોબાઈલ અને મીડિયા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!