– જેતપુર પાવી તાલુકાના ભીંડોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરિત શાળાના મકાનમાં ભણવા બેસવા માટે વાલીઓનો ઈન્કાર
આજરોજ આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર જીલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત એ ભિંડોલ ગામની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ૨૦૦ જેટલા ગામના બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા તેઓ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. ૭૪ વર્ષ જુની ભંગાર અને જર્જરિત શાળાના મકાનમાં બેસી ભણાવવા માટે વાલીઓ તૈયાર નથી જો કંઈ થાય તો તેમાં જવાબદાર કોણ? શિક્ષકો પણ જવાબદારી લેવા તૈયાર નથી તો આ ભીંડોલના બાળકોનો વાંક શુ? બાળકો ૧૩/૬/૨૨ થી શાળા ખુલી છે પણ આ ખંડેર અને જર્જરિત તથા ભંગાર થઈ ગયેલ મકાનમાં વાલી બાળકોને શાળાએ મોકલવા તૈયાર નથી તો એમના શિક્ષણનું શું? કરોડો રૂપિયા આદિવાસી વિસ્તારમાં શિક્ષણ પાછળ ગ્રાન્ટ વાપરે છે તો આ ભીંડોલ પ્રાથમિક શાળા વંચિત કેમ?
મહેકમ પ્રમાણે પૂરતા શિક્ષકો નથી. ધો-૬ થી ૮ માં ફક્ત ૧ પ્રવાસી શિક્ષકની મંજૂરી આપી છે તો ભીંડોલના આદિવાસી બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનું સરકારનું કાવત્રુ હોય તેમ લાગે છે. આ પ્રશ્ન તમામ છોટાઉદેપુર જિલ્લામાં છે. આ અંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે ટેલીફોનિક વાત થઈ છે. જો ટૂંક સમયમાં આ પ્રશ્ન હલ ન થાય તો ગાંધી ચીંન્ધ્યા માર્ગે હડતાળ પર બેસવાની પણ ગામ લોકોની તૈયારી છે. આપના પ્રમુખ ડી.એન. રાજપુત શાળાની મુલાકાત લીધી અને આ પ્રશ્ન જલ્દી હલ થાય તેવી ગામ લોકે સાથે ચર્ચા કરી સાથે જ તેમની સાથે જે જગ્યાએ રજૂઆત કરવાની હોય તે ઓફીસમાં જવાની પણ બાંહેધરી આપી છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર