Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવીજેતપુર તાલુકાના બાર ગામે ઝાડ સાથે કાર અથડાતા બે વ્યક્તિના મોત.

Share

પાવીજેતપુર તાલુકાના પાની ગામે જાન પરત આવતી હતી તે સમયે બાર મુકામે એક કાર ઝાડ સાથે ભયંકર રીતે અથડાતા બે વ્યક્તિના સારવાર દરમિયાન કરૂણ મોત થવા પામ્યા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામે તનયકુમાર રાઠવાની જાન લઈને ૧૨ મેના રોજ ગયા હોય, વહેલી સવારે છ વાગ્યે પરત પાની ગામે આવી રહ્યા હતા ત્યારે બાર ગામના સ્મશાન પાસે જશવંતભાઈનો પોતાની કારના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર ઝાડ સાથે ભયંકર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં વરરાજા તનયકુમારના પિતા જશવંતભાઈ ( ઉ. વ. ૫૦ ) નું સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું તેમજ માનવભાઈ રાઠવા ( ઉ . વ . ૧૭ ) નું પણ સારવાર દરમિયાન કરૂણ મોત થવા પામ્યું છે. ભગવંતભાઇ રાઠવા તથા અભયભાઈ રાઠવા નાઓને નાની મોટી ઇજાઓ થઇ હોય તેઓને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે . આમ, પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી જાંબુઘોડા તાલુકાના ભાનપુરી ગામે જઈ લગ્ન પતાવી વહેલી સવારે કન્યાને લઈને પાની ગામે પરત આવતા હોય ત્યારે ૭.૧૫ વાગે અકસ્માત સર્જાતા વરરાજાના પિતા સહિત બે વ્યક્તિઓના કરૂણ મોત થયા છે. જ્યારે અન્ય બે ઇસમોને વધુ સારવાર માટે વડોદરા મુકામે રીફર કરવામાં આવ્યા છે. પાવીજેતપુર તાલુકાના બાર ગામે ઝાડ સાથે કાર અથડાતા બે વ્યક્તિના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે બે ઘાયલ થયા હતા.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

નડિયાદમાં નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર ર૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ર૦રર શરૂ.

ProudOfGujarat

ભરૂચ : બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થતાં આંદોલન થયા હતા અને પરીક્ષા રદ થતાં ફટાકડા ફોડી વિદ્યાર્થીઓના હકમાં લેવાયેલા આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરી હતી.

ProudOfGujarat

સાગબારા પોલીસે છેતરપિંડીની ફરિયાદ ન લેતા પીડિતે મુખ્યમંત્રી કાર્યાલયે આત્મહત્યાની ચીમકી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!