Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર જિલ્લાને ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી.

Share

આજે છોટાઉદેપુરની મુલાકાત સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશ-દુનિયામાં વિકાસનું રોલ મોડેલ બન્યુ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું કે વિકાસનો મુખ્ય આધાર પાણી છે, આપણી અગાઉની પેઢીએ પાણી વારસામાં આપ્યું છે ત્યારે આપણે પણ આવનારી પેઢી માટે એ પાણી સુરક્ષિત રાખવાનું છે. મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનસમુદાયને જણાવ્યું હતુકે આદિજાતિ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે સરકાર હંમેશ સાથે ઊભી છે.

આદિજાતિ બાળકો ઘર આંગણે શિક્ષણ મેળવીને ડૉક્ટર ઇજનેર તેમજ પાયલોટ બન્યા છે .આદિજાતિ વિસ્તારોમાં મોબાઇલ કનેક્ટીવીટી માટે નવા પ૦૦ મોબાઇલ ટાવર ઊભા કરવાની નેમ હોવાનું જણાવ્યુ હતું. પાણી તેમજ વીજળી બચાવીને પર્યાવરણની જાળવણી કરીને આપણે આઝાદીના અમૃત મહોત્સવે રાષ્ટ્રસેવા કરી શકીયે એમ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે દરેક સમાજ, જાતિ અને અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે. વિકાસની ખૂટતી તમામ કડી પૂર્ણ કરી આદિજાતિ વિસ્તારોને પણ વિકાસની મુખ્યધારામાં લાવવામાં આવ્યા છે. તેમજ હજુ પણ જરૂરિયાત મુજબના વિકાસ કામો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું. વધુમાં આ સંદર્ભે તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને વિઝનરી લીડરશીપમાં વિકાસની રાહે તેજ ગતિએ દોડતું ગુજરાત આજે એટલે જ દેશ-દુનિયામાં વિકાસના ગ્રોથ એન્જીન સમું રોલ મોડેલ બન્યુ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લામાં ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦ જેટલા વિવિધ વિકાસ કામોના ઇ-લોકાર્પણ અને ખાતમૂર્હત સંપન્ન કરવા સંબોધન કરી રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂ. ૮૪.પ૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૩ જૂથ પાણી પુરવઠા યોજનાઓના લોકાર્પણ સાથે બે પશુ દવાખાના, ૨ ગ્રામ્ય માર્ગો અને ૪પ નવિન આંગણવાડીઓ આદિજાતિ જિલ્લાને ભેટ ધરી હતી. મુખ્યમંત્રીએ વિવિધ લાભાર્થીઓને ‘મા’ કાર્ડ, ગંગાસ્વરૂપા બહેનોને પેન્શન સહાય ફાળવણી પત્ર, ભુલકાંઓને કિટ વગેરે અર્પણ કર્યા હતા. પ્રસંગોચિત વકતવ્યમાં તેમણે કહ્યું હતુ કે વિકાસનો મુખ્ય આધાર પાણી છે. ગુજરાતે બે-અઢી દાયકા પહેલાં પાણીની યાતના જોઇ છે, તંગી ભોગવી છે. હવે વડાપ્રધાનના દ્રષ્ટિવંત આયોજનથી ઘરે-ઘરે પાણી પહોચતું થયું છે, પુરતું પાણી લોકોને મળે છે . તેમણે કહ્યું હતું કે, મહાવીર સ્વામીએ આપણને પાણી ‘ઘી’ની જેમ વાપરવા સૈકાઓ પહેલાં સલાહ આપેલી તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પાણીને પારસમણિ સમાન ગણાવે છે ત્યારે એ પાણી વેડફાય નહિ, તેનો બગાડ થાય નહિં અને સૌને પુરતું પાણી મળી રહે તેવી સહિયારી જવાબદારી આપણે નિભાવવાની છે, એમ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી, માર્ગો જેવી દરેક સુવિધા છેક અંતરિયાળ ગામો સુધી પહોચાડવાની સફળતા આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં મેળવી છે. આદિજાતિ બાળકો હવે ઘરઆંગણે શાળાઓમાં અંગ્રેજી માધ્યમમાં ભણતા થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વનબંધુ વિસ્તારોના સર્વાંગી વિકાસ કામો માટે સરકાર સદાય તત્પર છે અને આદિજાતિઓની પડખે છે એમ જણાવી તેની વિસ્તારથી જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, દેશમાં ૨૦ પરિવારો રહેતા હોય ત્યાં વીજળીનું કનેક્શન આપવાની જોગવાઇ છે, પણ રાજ્ય સરકારે આદિવાસી પરિવારોની નિવાસ પદ્ધતિને ધ્યાને રાખીને માત્ર ૧૦ ઘર હોય તેવા ફળિયા વિસ્તારોને પણ વીજ જોડાણથી આવરી લેવાની કામગીરીને મહત્વ આપ્યુ છે.

મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે આદિજાતિ વિસ્તારના આ વિકાસ કામો અમૃત પર્વ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યુ હતુ કે આઝાદી માટે સ્વાતંત્ર્યવીરોએ લડત ચલાવી હતી અને આઝાદી પછી દેશની રક્ષા માટે સરહદે સૈનિકો રાષ્ટ્રસેવા કરે છે, ત્યારે આપણે સૌ પાણી અને વીજળી બચાવીને તેમજ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને પણ દેશ સેવા કરી શકીયે. સૌને સાથે મળીને વિકાસ કામોમાં આગળ વધવા અપીલ કરતાં મુખ્યમંત્રીએ આ વિસ્તારને મળેલી પશુદવાખાના, આંગણવાડી, શાળાના ઓરડા વગેરેની વિકાસ ભેટથી વિકાસની ગતિમાં વધુ વેગ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે છોટાઉદેપૂર જિલ્લા પંચાયતને ભારત સરકાર દ્વારા ર૦ર૧ ના વર્ષમાં દીનદયાળ સશક્તિકરણ પુરસ્કાર મળવા અંગે પણ સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

ઘેર ઘેર પીવાનું ચોક્ખું પાણી ઉપલબ્ધ કરાવવું એ રાજ્ય સરકારનું લક્ષ્ય છે એનો ઉલ્લેખ કરતાં આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે રૂ. ૨૫૦ કરોડના ખર્ચે પાણી પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નર્મદાનું પાણી આ વિસ્તારમાં આપવાનો વ્યાપક પ્રબંધ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન રાજ્યના ૧૪ જિલ્લામાં વસતા આદિજાતિ પરિવારોને ઉન્નત સમાજની હરોળમાં મૂકવાનું હતું, તે રાજ્ય સરકાર સાકાર કરી રહી છે. ૨૦૦૧ ના વર્ષ પછી ગુજરાત અને ભારતના વિકાસનો સૂર્યોદય થયો, ગુજરાતના વિકાસનું મોડેલ આજે વિકાસનો પ્રેરણા સ્ત્રોત બન્યું છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ ગામો અને તમામ ઘરો સુધી નળ થી પાણી પહોંચાડવાનું આયોજન કર્યું છે, તેની સાથે સિંચાઇ સુવિધાનો પણ લાભ આપવામાં આવશે.

આદિવાસી ઉત્કર્ષ એ આ સરકારની પ્રથમ અગ્રતા છે તેવી લાગણી વ્યક્ત કરતા જિલ્લા પ્રભારી અને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું કે ડાયાલિસિસ સેન્ટર સહિત સૌને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. ડિજિટલ શિક્ષણનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે અંબાજી થી ઉમરગામ સુધીની આદિવાસી પૂર્વ પટ્ટીમાં ૫૦૦ મોબાઈલ ટાવર ઊભા કરવાનું આયોજન કર્યું છે. તેમણે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વિકાસલક્ષી આયોજનોની વિગતવાર જાણકારી આપી હતી.

આ વિકાસ પર્વમાં વિરાટ માનવ મહેરામણની સાથે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, છોટાઉદેપુર જિલ્લા પંચાયત અધ્યક્ષ મલકાબેન પટેલ, ઉપાધ્યક્ષ રમણભાઈ બારીયા, પૂર્વ ધારાસભ્યો જયંતીભાઈ રાઠવા, શંકરભાઈ રાઠવા, રમેશભાઈ મિસ્ત્રી, રશ્મિકાંત વસાવા, જશુભાઇ રાઠવા, રાજેશ પટેલ, ડો. જિગીષા શેઠ સહિત પદાધિકારીઓ અને મહાનુભાવો, વિવિધ તાલુકા પંચાયતોના પ્રમુખો, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, જીલ્લા કલેકટર શ્રી સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ સહિત પ્રશાસન અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે આવેલા વિડીયો કોન્ફરન્સ હોલમાં અધિકારીઓ અને પદાધિકારીઓની સંયુકત બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને વિવિધ મુદ્દે રજૂઆતો કરી જિલ્લાને સ્પર્શતી બાબતોના નિરાકરણની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવતા જિલ્લાને સ્પર્શતી વિવિધ બાબતોના સકારાત્મક નિરાકરણની હૈયાધારણ આપી હતી. તેમણે જિલ્લાના સામાજીક, આર્થિક કે શૈક્ષણિક વિકાસ માટે સરકાર હંમેશા હકારાત્મકપણે કામ કરી રહી છે તેમ જણાવ્યુ હતું.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ઝઘડીયા : છોટુભાઇ વસાવાએ પડવાણીયા ગામે સરપંચના પુત્રના જન્મદિન નિમિત્તે ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

વડોદરા : કતલખાને લઈ જતા ગૌવંશ બચાવ્યું.

ProudOfGujarat

ઝઘડીયાના રઝલવાડા અને ધોલી ગામે વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!