Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુરમાં મુખ્યમંત્રીના હસ્તે રૂા. ૧૩૧ કરોડના કામોનું થશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ.

Share

આગામી તા. ૦૫/૦૫/૨૦૨૨ના રોજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી. એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન રૂા. ૧૩૧ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરી છોટાઉદેપુર જિલ્લાની જનતાને અર્પણ કરશે.

વિકાસશીલ વિચારસરણીને વરેલી રાજય સરકારના વડા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૦૫/૦૫/૨૦૨૨ ના રોજ છોટાઉદેપુર જીલ્લાની મુલાકાતે પધારવાના છે. જીલ્લાની મુલાકાતે આવતા રાજયના મુખ્યમંત્રી જિલ્લાની જનતાને વિકાસ પ્રકલ્પોની ભેટ ધરે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ વિકાસ કામોનનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લામાં રૂા. ૮૪.૫૬ કરોડની ૩ જૂથ પાણી પુરવઠા યોજના, પશુપાલન વિભાગ દ્વારા રૂા. ૧ કરોડના ખર્ચે સંખેડા અને નસવાડી ખાતે બનાવવામાં આવેલા બે પશુ દવાખાના, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા. ૭.૫૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બે રસ્તાઓ, સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા રૂા. ૩.૧૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી ૪૫ આંગણવાડીઓ અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રૂા. ૧.૨૮ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પ્રાથમિક શાળાના બે મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રૂા. ૩૧.૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવનારા ૧૫ રસ્તાઓ અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રૂા. ૨ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર રૂરલ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સટીટયુટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાઓના લાભાર્થીઓને ચેક, પ્રમાણપત્ર અને મંજુરી હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે.

તા. ૦૫/૦૫/૨૦૨૨ના રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજનારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાઇ ગયું છે.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

અભિનેત્રી સીરત કપૂર જેકલીન ફર્નાન્ડીઝના ચેલેન્જ સોંગ પર તેના ડાન્સ મૂવ્સ બતાવ્યા.

ProudOfGujarat

સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી વરસાદ, વલસાડમાં મધુબેન ડેમ છલકાતા દરવાજા ખોલાયા

ProudOfGujarat

ભરૂચ GIDC માં આવેલ શ્રી લક્ષ્મી મોટર્સ અતુલ શક્તિનાં શો રૂમનાં કંપાઉન્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!