દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક ઘર સુધી યોગ પહોંચાડવાના કરેલા સંકલ્પોને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન દ્વારા રાજ્યમાં એક લાખ ઉપરાંત યોગ ટ્રેનરો તૈયાર કરી રાજ્યને યોગ બનાવવાના કરેલા પ્રયાસ અંતર્ગત આજરોજ તારીખ ૧૩ મી એપ્રિલ બુધવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના છોટાઉદેપુર જિલ્લા રમતગમત વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા સંચાલિત શાસ્ત્રી બાગ ખાતે વહેલી સવારે 5:00 થી સાત વાગ્યા સુધી મહાયોગ શિબિર યોજાય જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજી ઉપસ્થિત રહી નગરના લોકોને યોગ વિશે વિસ્તૃત જાણકારી આપી યોગ ભગાવે રોગના મંત્રને સાર્થક કરવાના ઉપાયો બતાવી યોગ વિશે વિસ્તૃત માહિતી આપી છોટાઉદેપુર નગરના પ્રત્યેક ઘર સુધી યોગ પહોંચાડવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી અને માજી ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણ સિંહ ચૌહાણ, છોટાઉદેપુર જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર પારૂલ વસાવા, છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ નેહાબેન જયસ્વાલ, બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય છોટાઉદેપુરના ડોક્ટર મોનિકા દીદી, યોગ કો-ઓર્ડીનેટર યોગેશભાઈ પંચાલ, પતંજલિ યોગ સમિતિ તેમજ યોગ બોર્ડના સભ્ય લક્ષ્મણભાઈ ગુરુવાણી, યોગ પ્રશિક્ષક ઘનશ્યામભાઈ રાઠવા, યોગ પ્રશિક્ષક નવનીત ભાઈ રાઠવા, યોગ પ્રશિક્ષક કમલેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જીલ્લા પતંજલિ યોગ સમિતિના પ્રભારી તુષારભાઇ પટેલ તેમજ વિવિધ સામાજિક રાજકીય અગ્રણીઓ કાર્યકરો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છોટાઉદેપુર : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શાસ્ત્રી બાગ ખાતે રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાયોગ શિબિર યોજાઈ.
Advertisement