બોડેલીના રજાનગર જેવા ભરચક રહેણાક વિસ્તારમાં ગેર કાયદેસર ગાંજાનો વેપલો કરતાં ઇસમને છોટાઉદેપુર એસ.ઓ.જી એ ઝડપી પાડ્યો છે. ત્રણ કિલો છસ્સો ગ્રામથી વધુ ગાંજો અને રોકડ રકમ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઢોકલીયાનાં રજાનગર જેવા ભરચક રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાનો વેપલો થતો હોવાની બાતમી છોટાઉદેપુર એસ.ઓ.જી ને મળી હતી. જેને લઈ છોટાઉદેપુર એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટર જે .પી મેવાડા અને મહિલા પોલીસ ઈન્સ્પેકટર કે.એ ડાભી સાથે ની ટીમ અને એફ.એ.સેલ અધિકારી તેમજ તલાટીને પણ સાથે રાખી બોડેલીના ઢોકલીયા વિસ્તારના રજાનગર ખાતે રહેતા હબીબખાન ઇમામખાન પઠાણનાં ઘરે રેડ કરતાં ત્રણ કિલો છસ્સો સત્તાણુ ગ્રામ જેટલો વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકો નશા કારક ગાંજો મળી આવ્યો હતો.
બોડેલીના કેટલાક યુવાનો ગાંજાની લતે ચઢી રહ્યા છે. તેવામાં રહેણાંક વિસ્તારમાં એસ.ઓ.જી એ રેડ કરતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. અને પોલીસે ગાંજો ઝડપી પાડતા ગાંજાની રકમ તેમજ રોકડ રકમ સહિત રૂ. 39,720/- નો કુલ મુદ્દામાલ પોલીસે કબજે લઇ ગાંજાનો ગેરકાયદેસર વેપલો કરતા હબીબખાન ઇમામખાન પઠાણની ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ ડ્રગ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ડ્રગ એક્ટ મુજબનો ગુનો હોય મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી છોટાઉદેપુર એસ.ઓ.જી પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક્સ સબસ્ટન્સ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.છોટાઉદેપુર એસ.ઓ.જી એ ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય ગાંજો વેચતા પર કાયૅવાહી કરતાં ગેરકાયદે નશાનો કારોબાર કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ગાંજાનો વેપલો કરતા હબીબખાન ઇમામખાન પઠાણ ને પોલીસે ઝડપી જેલના હવાલે કર્યો છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર