છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આપી છોટાઉદેપુર જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.
પરીક્ષા કેન્દ્રો ઉપરથી ખુશખુશાલ વિદ્યાર્થીઓ નીકળતા નજરે પડતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ ૧૦ ની પરીક્ષા ૨૮ માર્ચથી શરૂ થઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૯ એપ્રિલના રોજ ધોરણ ૧૦ નુ બોર્ડનું છેલ્લું પેપર હોય હિન્દી તથા સંસ્કૃત, જે ખુબ સરળ હોય અને પરીક્ષા પૂર્ણ થતી હોવાથી વિદ્યાર્થીઓમાં એક અનેરો આનંદ નજરે પડતો હતો. છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસના કારણે બોર્ડની પરીક્ષાઓ લેવાય ન હોય ત્યારે આ વર્ષે બોર્ડની પરીક્ષા લેવાઈ છે જે પરીક્ષામાં પેપરો તંત્ર દ્વારા ખૂબ જ સહેલા કાઢવામાં આવતા વિદ્યાર્થીઓમાં એક ખુશી જોવા મળી હતી. સામાન્ય રીતે ધોરણ ૧૦ નું ગણિત, વિજ્ઞાન નું પેપર એટલું ટફ કાઢતા હોય છે કે વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ શિક્ષકોને પણ સોલ્વ કરવાના ફાંફા પડી જાય છે. જ્યારે તંત્રએ આ વર્ષે વ્યવહારુ બની દરેક પેપર સરળ કાઢતા, વિદ્યાર્થીઓમાં પણ અનેરો આનંદ ઉત્સાહ દેખાતો હતો. આજરોજ છેલ્લું પેપર પૂરું થતાં વિદ્યાર્થીઓ હાશકારો અનુભવી ખૂબ ખુશખુશાલ નજરે પડતાં હતાં. તેમજ ગરમીના કારણે ઠંડા પીણાની મોજ માની બાળકો ઘરે ગયા હતા.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર