Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાયબર ક્રાઇમ અંગેના ગુનાના આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

Share

જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ સાયબર ક્રાઇમ અંગેના ગુનાના આરોપીને ત્રિપુરા રાજ્યના અગરતલા ખાતેથી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામા સફળતા મેળવી.

આજના ટેકનિકલ યુગમાં સાયબર ફ્રોડ થવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે જે સંબંધે પાવિ જેતપુર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ બેન્ક ઓફ બરોડા જેતપુરપાવી શાખાના ખાતા ધારકના બેન્ક ખાતામાંથી 2.27.698/- રૂપીયા ફરીયાદીની જાણ બહાર કોઇ અજાણી વ્યકિત દ્વારા ઉપાડી લેવામાં આવેલ હતા.

Advertisement

મોબાઈલ પર લીંક મોકલી બારોબાર રુપીયા ઉપાડી લેવાનુ કૌભાંડ હોવાની માહીતી મળતા જે સંબંધે જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધાયેલ. જેથી આવા પ્રકારના ગુનાઓ બનતા અટકે અને ગુનો કરનાર ઇસમોની પોલીસ અટકાયત કરે તે હેતુંથી પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લાના પોલીસ મથકના અમલદાર તથા એલ.સી.બી./ સાયબર ક્રાઇમ સેલ ના અધિકારીઓને જરૂરી તકેદારીઓ રાખવા તેમજ સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારોને ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન આપ્યપ.

જે સંબંધે જેતપુરપાવી પો.સ્ટે. ખાતે સાયબર ક્રાઇમ ગુનાની તપાસ એચ.એચ.રાઉલજી. ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓને સોંપવામાં આવેલ એચ.એચ.રાઉલજી દ્વારા સદર ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી. અને ટેકનિકલ ટીમની મદદથી ફરીયાદીના ખાતામાંથી જે ખાતામાં રૂપિયા ગયા છે. તે અંગે વિગતવારની માહીતી કઢાવતા આરોપીનું બેન્ક એકાઉન્ટ ચેન્નાઇમાં હોવાનુ જાણવા મળેલ.

આરોપી પોતે ત્રિપુરા રાજ્યના અગરતલાની રહેવાશી હોવાનું જાણવા મળેલ જેથી એલ.સી.બી. ટીમ તથા કે.એ.ડાભી પો.ઇન્સ. મહિલા પો.સ્ટે.ને ત્રિપુરા રાજ્યના અગરતલા ખાતે મોકલી આપી આરોપી અંગે માહિતી એકત્રીત કરી સ્થાનિક પોલીસની મદદથી એલ.સી.બી. દ્વારા આરોપીને ઝડપી પાડી છોટાઉદેપુર ખાતે લાવી જેતપુરપાવી ખાતે નોંધાયેલ સાયબર ક્રાઇમ અંગેના ગુનામાં અટકાયત કરવામાં આવી છે. 4000 કિ.મી. દુર રહેતી આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી પુછપરછ કરી ફ્રોડ થયેલ રૂપિયા કયાં છે અને આ ફ્રોડ કરવામાં અન્ય બીજા કેટલા સાથી આરોપીઓની સંડોવણી છે તે અંગે આગળની તપાસ હાથ ધરવામા આવી રહી છે.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ગુજરાતમાં કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ : રાજકીય માહોલમાં ગરમાવો.

ProudOfGujarat

અમદાવાદના હાઈ-ફાઈ એરીયામાં 29 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું, થર્ટી ફર્સ્ટમાં ડ્રગ્સ પેડલરો થયા સક્રીય

ProudOfGujarat

ભરૂચ : એ.પી.એમ.સી. વાલીયાનાં ચેરમેન પદે સંદિપસિંહ માંગરોલા તથા વાઇસ ચેરમેન પદે હાર્દીકસિંહ વાંસદીયાની બિન હરીફ વરણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!