Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાવીજેતપુરના રતનપુર ગામે રોડ ઉપર બે બાઈકો સામસામે અથડાતા એક યુવાનનું કરુણ મોત.

Share

પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે રોડ ઉપર બે બાઈકો સામસામે અથડાતા એક યુવાનનું કરુણ મોત પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે સવારના સમયે રોડ ઉપર બે બાઇકો સામસામે અથડાતા એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે લઈ જતા રસ્તામાં કરુણ મોત થવા પામ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામના રહીશો રાજુભાઈ ગગજીભાઇ ભરવાડ તથા વિક્રમભાઈ નટુભાઈ રાઠવા પાવીજેતપુરથી પોતાના ઘરે ચુડેલ ગામે જઇ રહ્યા હતા ત્યારે રતનપુર હનુમાનજીના મંદિર પાસે રોડ ઉપર સામસામે ધડાકાભેર બે બાઇકો અથડાઈ હતી. ભયંકર રીતે બે બાઈક અથડાતા રાજુભાઈ ગગજીભાઇ ભરવાડ ( ઉંમર વર્ષ ૩૩ ) ને માથાના ભાગે, જમણા પગે પંજાના ભાગે, જમણા હાથે ખભા ઉપર ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક તેઓને સારવાર માટે ૧૦૮ માં દવાખાને લઈ જવામાં આવતા હતા. સારવાર માટે લઇ જવાતા રસ્તામાં તેઓનું મોત નિપજ્યું હતું, જ્યારે વિક્રમભાઈ નટુભાઈ રાઠવાને સાધારણ ઈજાઓ પહોંચી હતી. પાવીજેતપુર તાલુકાના રતનપુર રોડ ઉપર બે બાઈકો સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં ચુડેલના યુવાનનું કરુણ મોત થયું હતું જે અંગે ગુનો નોંધી પાવીજેતપુર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

હરિધામ સોખડાનો પ્રબોધ સ્વામીના ગયા બાદ પણ વિવાદ યથાવત.

ProudOfGujarat

પંચમહાલમાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતો ડાંગરનાં રોપણી કાર્યમાં જોતરાયા.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર અને ઝનોર ખાતે ગ્રામજનોને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેકસીન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!