ગુજરાત રાજ્યના ૩૦ જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એકમાત્ર પત્રકાર એકતા સંગઠન દ્વારા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ નવીન કારોબારીની રચના કરવા માટેની બેઠકોનો દોર ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ રહ્યા છે જે અંતર્ગત તારીખ ૩ એપ્રિલ 2022 રવિવારે છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર જીલ્લાની કારોબારીની રચના કરવા માટે એક બેઠકનું આયોજન પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવુ હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બોડેલી સંખેડા કવાંટ નસવાડી અને છોટાઉદેપુર તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.
છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે છોટાઉદેપુરના સંજયભાઈ મહેશ્વરી, ઉપ-પ્રમુખ તરીકે નસવાડીના અલ્લારખા પઠાણ, સંખેડાના સંજય ભાટીયા, બોડેલીના મકબુલભાઈ મન્સૂરી, પાવીજેતપુર તાલુકાના વિનેશભાઈ રાઠવા, મહામંત્રી તરીકે કવાટના યશવંતભાઈ ચૌહાણ, છોટાઉદેપુરના ઈકબાલભાઈ શેખ, નસવાડીના ઇરફાનભાઇ મેમણ, સંખેડાના સલીમભાઈ શેખ જ્યારે મંત્રી તરીકે બોડેલીના સેહજબભાઈ ખત્રી, પાવીજેતપુર તાલુકાના ઈમરાનભાઈ સિંધી, કવાટ તાલુકાના વિકેશભાઈ શાહ, છોટાઉદેપુરના માજીદ ખાન પઠાણ તેમજ સહમંત્રી તરીકે છોટાઉદેપુર ધર્મેશ ભાઈ ચૌહાણ, જફર ભાઈ મકરાણી, ખજાનચી તરીકે તેજગઢના માજીદભાઈ ખત્રી, આઇ.ટી. સેલ ના છોટાઉદેપુરના તોફીક ભાઈ શેખની તેમજ ઝોન પ્રભારી તરીકે જમીન ખાન પઠાણ તેમજ પ્રદેશ કારોબારીના સભ્ય તરીકે શઈદ ભાઈ સોમરાની સર્વાનુમતે વરણી કરવામાં આવતા ઉપસ્થિત તમામ પત્રકારોએ નવ નિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિત પત્રકારો એ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. આ પ્રસંગે પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ગૌરવ પંડ્યા, આર બી રાઠોડ, ભરત સિંહ રાઠોડ, તેજેન્દ્ર સિંહ રાઠોડ, પ્રહલાદ ભાઈ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ફૈજાન ખત્રી કલારાણી