છોટાઉદેપુર ખાતે સોમવારે જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. જે સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૨ – ૨૦૨૩ નું વિકાસ લક્ષી અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું જે બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
યોજાયેલ સામાન્ય સભામાં સને ૨૦૨૨ -૨૩ માં જિલ્લા પંચાયત ગ્રાન્ટ પેટે ૪૮૦.૦૦ લાખનું આયોજન લોકહિતાર્થ કાર્યો માટે ૩૨૦.૦૦ લાખનું આયોજન શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક શાળાઓમાં એપોક્ષી થ્રિ સીટર માટે રૂ ૩૦.૦૦ લાખ , ખેલો ઇન્ડિયા અંતર્ગત સ્પોર્ટકીટ માટે ૨૫.૦૦ લાખ તથા અન્ય ખર્ચ ખરીદી માટે રૂ ૧૦૦.૦૦ લાખની જોગવાઈ, આરોગ્ય ક્ષેત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે રૂ ૨૦૦.૦૦ લાખ તથા નન્હીં પરીયોજના માટે ૨૫.૦૦ લાખ તથા કોરોના મહામારી સામે લડવા રૂ ૭૫.૦૦ લાખ તથા આર્યુવેદીક ક્ષેત્રે રૂ ૪૦.૦૦ લાખની જોગવાઈ કરેલ છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે રોજગારલક્ષી સહાય માટે ૩૫.૦૦ લાખ આંબેડકર જન્મજયંતિ ઉજવણી માટે નશાબંધી અને અસ્પૃશ્યતા નિવારણ અંગે ૩૫.૦૦ લાખની જોગવાઈ, ખેતીવાડી ક્ષેત્રે સેન્દ્રીય ખાતર તથા બાયો પેસ્ટીસાઈડ યોજના માટે ૩૦.૦૦ લાખ પશુપાલન લગતના કામો માટે ૨૮ લાખ તેમજ નાની સિંચાઈ ક્ષેત્રને લગતા કામો માટે ૮૦.૦૦ લાખની ફાળવણી કરવાંમાં આવી છે. એ ઉપરાંત પંચાયત ક્ષેત્રે મોક્ષ રથ આપવાની યોજના માટે ૫૦.૦૦ લાખ તથા મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે ર્ ૩૩૩.૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર