Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાવીજેતપુરના રંગલી ચોકડી સ્થિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો.

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી નજીક રંગલી ચોકડી ખાતે આવેલ કોલેજ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસમાં છોટાઉદેપુર જિલ્લાની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા વિધ્યાર્થીઓને માર્ગદર્શન મળે તેમજ આત્મવિશ્વાસ સાથે પરિક્ષા આપી શકે તે માટે જાણીતા લેખક જય વસાવડાના વ્યક્તવ્યનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લાની લગભગ ૨૫ જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓએ ભાગ લઇને જય વસાવડાના પ્રેણનાત્મક વ્યકતવ્યનો લાભ લીધો હતો.

આ પ્રસંગે બોડેલી સ્વામી નારાયણ મંદિરના અચલ મુનિ સ્વામીએ વિધ્યાર્થીઓને પરિક્ષા લક્ષી માર્ગદર્શન આપેલ. લેખક જય વસાવડાએ જણાવેલ કે વિધ્યાર્થીઓ હિમ્મત હાર્યા વગર આત્મવિશ્વાસ સાથે પરિક્ષા આપે અને સફળતા પ્રાપ્ત કરે. દરેક વિધ્યાર્થીઓમાં કોઈને કોઈ આવડત છુપાએલી હોય છે, તેને ઓળખીને પોતાની શૈક્ષણિક કારકિર્દીને લગતું લક્ષ્યાંક નક્કી કરીને જે તે વિષયમાં પારંગત બનીને સમાજ અને પોતાના વિસ્તારનું નામ રોશન કરો. કિશોરાવસ્થામાં ભણવા સિવાય આગળ વધવાનો કોઈ વિકલ્પ નથી. આ પ્રસંગે ચંદ્રમૌલી ફાઉન્ડેશનના પ્રમુખ ભરતશીંહ ગોહિલે પણ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યુ હતું. એકલવ્ય કોલેજિસના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવાએ આ કાર્યક્રમનો હેતુ સમજાવીને કોલેજની પ્રવૃત્તિઓ તેમજ અલગ-અલગ અભ્યાસક્રમો વિશે માહિતિ આપી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળના પ્રમુખ ઉપસ્થિત હતા. ઉપરાંત જિલ્લાની અન્ય શાળાઓના પ્રિન્સિપાલો સહિત પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. ૧૫૦૦ જેટલા વિધ્યાર્થીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો. અંતે કોલેજના પ્રિન્સિપાલ વિક્રમભાઈ સોનેરાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સહોનો આભાર માન્યો હતો.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

વાગરા બજાર બંધ હોવાની અફવા ફેલાતા પોલીસે એક્શનમાં આવી બંધ ન હોવાની જાણકારી પ્રજાજનોને આપી

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ સામસિંગભાઈ વસાવા તરફથી અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અશા ગામની સીમમાં પાંચ ખેતરોમાં કુવાની મોટરો પરના વાયર ચોરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!