Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવીજેતપુર તાલુકાના કલારાણી કોલેજ ખાતે વ્યાખ્યાન કાર્યક્રમનું કરાયું આયોજન.

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી રંગલી ચોકડી સ્થિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે આવતીકાલ તા.૧૫ મીના રોજ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અંગે પ્રાપ્‍ત વિગતો મુજબ અત્રે રંગલી ચોકડી કોલેજ ખાતે આવતીકાલ તા.૧૫ મીના રોજ સવારે ૯ વાગ્યાના સમયે જાણીતા લેખક જય વસાવડા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે. હાયર સેકન્ડરી તેમજ યુનિવર્સિટીઓની પરિક્ષાઓને લઇને વિધ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને વિધ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણ વચ્ચે પરિક્ષા આપી શકે તે હેતુથી આ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઇ રાઠવા અને ટ્રસ્ટી શોભનાબેન રાઠવા તરફથી વિધ્યાર્થીઓને વ્યાખ્યાનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનમાં હિન્દુ મહિલા બની DSP.

ProudOfGujarat

સુરતમાં પાંડેસરા-વડોદ રોડના આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ProudOfGujarat

માંગરોલ તાલુકાના કુંવારડા ગામે ન્યૂમોનિયા અને મગજમાં તાવથી બચાવતી વેક્સિન PCV ન્યૂમો કોકલ કોંજ્યું ગેટ વેક્સિનની આજથી શરૂઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!