Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ચાલુ સાલે ટામેટાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને નુકશાન.

Share

ચાલુ સાલે દિવાળી બાદ કેટલીકવાર થયેલ કમોસમી વરસાદને લઇને તેની અસર ખેતીના કેટલાક પાકોને થઇ હતી. કમોસમી માવઠાઓથી શિયાળુ ખેતીના કેટલાક પાકોના ફાલ ઓછા આવતા તેની અસર જેતે પાકની ઉપજ પર પડી હતી.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તેમજ પાવીજેતપુર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલા ત્રણેક દાયકાઓથી ઘણા ખેડૂતો અન્ય પાકોની સાથેસાથે ટામેટાની ખેતી પણ સારા પ્રમાણમાં કરે છે. સામાન્યરીતે ટામેટાની ગણતરી એક મહત્વના રોકડીયા પાક તરીકે થાય છે. પૂર્વ પટ્ટીના આ પંથકમાં ઉત્પન્ન થતા ટામેટા ટેમ્પાઓમાં ભરીને સુરત, વડોદરા તેમજ અમદાવાદના શાક માર્કેટોમાં વેચાણ માટે લઇ જવાતા હોય છે. પાછલા દાયકાઓથી આ પંથકમાં ટામેટાની ખેતી સારા પ્રમાણમાં થતી હોઇ, ટામેટાની ખેતી માટે ઉજળી આશા પ્રવર્તતી હતી. ચાલુ સાલે દિવાળી બાદ બે ત્રણ વાર થયેલ કમોસમી વરસાદને લઇને તેની અસર ટામેટાની ખેતી પર પણ પડી હતી. રાજપુર ગામના માજી સરપંચ અને અગ્રણી ખેડૂત હસમુખભાઇ કોલચાએ એક મુલાકાતમાં જણાવ્યું કે ચાલુ સાલે થયેલા કમોસમી માવઠાઓથી ટામેટાના ફાલને મોટું નુકશાન થયું છે. ઉલ્લેખનીય છેકે શાકભાજીના વિવિધ પાકોમાં ટામેટાનું સ્થાન આગળ પડતું ગણાય છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ટામેટા પૌષ્ટિક ગણાય છે. છોટાઉદેપુરના કવાંટ સહિતના પંથકોમાં ચાલુ સાલે ટામેટાની ખેતી નિષ્ફળ જતાં ખેડૂતો મુંઝવણમાં જણાય છે.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્ર માં ભીમા કોરેગાંવ ખાતે શોર્યદિન નિમિત્તે થયેલ હિંસા બાબતે સંવિધાનિક અન્યાય બાબતે મૂળ નિવાસી બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા મહારેલી નું આયોજન કરાયું હતું …

ProudOfGujarat

વડોદરા : રાવપુરા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લા એ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું.

ProudOfGujarat

રાજપીપળામાં બે જગ્યાએથી ચંદનના મોટા ઝાડ કાપી જતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!