દેશની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા 17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામના કમલેશભાઈ રાગુડીયાભાઈ રાઠવા સાઢલી ગામે આવી પહોંચતા ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યુ હતું. મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. આ તકે મોટી સંખ્યામાં દેશપ્રેમી યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પાવીજેતપુર તાલુકાના નાના એવા સાઢલી ગામે રહેતા કમલેશભાઈ રાગુડીયાભાઈ રાઠવા પોતાના જીવનના 17 વર્ષ દેશની સરહદના રખોપા કરી નિવૃત થતા માદરેવતન સાઢલી આવતા ગામમાં મોટી સંખ્યામાં લોકોએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું. સાથે જ કમલેશની દેશસેવાને ગ્રામજનો સહિત હાજર રહેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓએ બિરદાવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
નિવૃત આર્મી જવાન કમલેશભાઈ રાઠવાએ સ્વાગત-સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હુ જરૂરી માર્ગદર્શન આપીશ અને દેશ સેવામાં જોડાવા આહવાન કરું છું આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું સ્વાગત સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો,યુવાનો સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર