Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવીજેતપુરના કલારાણી ખાતે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજ દ્વારા પ્રજાસત્તાક પર્વ યોજાયો.

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી નજીક રંગલી ચોકડી સ્થિત ચંદ્રમૌલી ફાઉન્ડેશન સંચાલિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવાના હસ્તે સંસ્થાના પટાગંણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય વિક્રમભાઇ સોનેરા તેમજ અધ્યાપકો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિધ્યાર્થીઓને પ્રજાસત્તાક પર્વનો મહિમા સમજાવીને રાષ્ટ્રના સાર્વત્રિક વિકાસ માટે આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે વિધ્યાર્થીઓ સહિત સમગ્ર શાળા પરિવારમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાંત પાવીજેતપુર તાલુકામાં પાવીજેતપુર નગર સહિત વિવિધ ગામોએ પણ પ્રજાસત્તાક પર્વની પરંપરાગત ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

સિંચાઈ આયોજન બાબતે મહી સિંચાઈ વર્તુળ નડીઆદ ખાતે સિંચાઈ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

નડિયાદ : એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અક્સ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

વલસાડ જિલ્લા આરોગ્‍યતંત્રની પ્રસંશનીય કામગીરીઃ મેડીકલ ટીમ સાથે રહીને બાળકોની સારવાર અપાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!