છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળછાયું બન્યુ હતું. આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા માવઠા થયા હોવાની વિગતો જાણવા મળી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ શરુ થયેલ નવા વર્ષમાં શિયાળાની મોસમ દરમિયાન કેટલીકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને લઇને ભરશિયાળે ચોમાસુ જામ્યુ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને લઇને શિયાળુ ખેતીના વિવિધ પાકોને નુકશાન થવાની ભીતિ ખેડૂતો અનુભવી રહ્યા છે. હાલમાં શિયાળાની ઋતુ પુરબહારમાં ખીલી છે, ત્યારે કમોસમી માવઠાને લઇને વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધી શકે એવી પણ સંભાવના રહેલી છે. કમોસમી માવઠાની અસર સ્વાભાવિક રીતે જનજીવન પર પણ જોવા મળતી હોય છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર.
Advertisement