Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર જીલ્લામાંથી ઝડપાયેલ દારૂની બોટલો પર કરાલી ખાતે બુલડોઝર ફેરવી નાશ કરાયો.

Share

પાવી જેતપુરના કરાલી ખાતે શુક્રવારે જિલ્લા પોલીસ દ્વારા વર્ષ દરમિયાન ઝડપી પાડવામાં આવેલ રૂા. 2.51 કરોડના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર તાલુકાના કરાલી ખાતે આજરોજ પ્રાંત અધિકારી કલ્પેશ ઉનડકટ, ઉમેશ શાહ, ડિવાયએસપી અશોક કાટકડ તેમજ અન્ય જિલ્લાના તમામ પોલીસ મથકના પી.એસ.આઈ.ની હાજરીમાં વર્ષ દરમિયાન 847 ગુના હેઠળ પકડવામાં આવેલ રૂા. 2.51 કરોડની કિંમતની વિદેશી દારૂની 1,04,000 બોટલ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

Advertisement

આ વિદેશી દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવતી વખતે તેમાંથી દારૂના ફુવારા ઉડતા નજરે પડતા હતા અને સાથે સાથે કાચ પણ ઉડી રહ્યા હતા. મહત્વની વાત એ છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા મોટાપાયે વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને આજે તેનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

રાજ્યમાં ઠંડીના પગલે ભરૂચના વિસ્તારોમાં તાપણાનો સહારો લેતા નગરજનો

ProudOfGujarat

નવા વર્ષના પ્રારંભે લોકો પર મોંઘવારીનો માર, CNG અને PNG ના ભાવમાં વધારો થયો

ProudOfGujarat

કરજણમાં સી.સી.આઈ દ્વારા કપાસની ખરીદી બંધ કરાતા ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!