Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી મોડી રાત સુધી ચાલી.

Share

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાની ૪૪ ગ્રામ પંચાયતોની તા. ૧૯ મીના રોજ ચૂંટણી યોજાઇ હતી. તા.૨૧ મીના રોજ પાવીજેતપુર મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતપેટીઓ મતગણતરીના કેન્દ્ર ખાતે એક સ્ટ્રોંગ રૂમમાથી કાઢી મતગણતરી શરૂ કરી દેવામા આવી હતી. સાથે જ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર પર મોબાઇલ પ્રતિબંધ મુકવામા આવ્યો હતો. મતગણતરી શરુ થતા મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

મતગણતરી કેન્દ્ર ખાતે પાવીજેતપુર તાલુકાની જે ૪૪ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પોજાઇ હતી. ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ સભ્યપદ માટેના વિજેતા ઉમેદવારો બહાર નીકળતા તેમના સમર્થકો દ્વારા તેમને ફુલહારથી વધાવી લેવાતા જોવા મળ્યા અને તેમના ટેકેદારો કાર્યકરો સાથે વીજય સરઘસ કાઢ્યા હતા. મતગણતરીની શરુઆતે પ્રથમ નાની ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. બપોર બાદ મોટી ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

જાહેર થયેલા પરિણામોમાં વિજેતા ઉમેદવારોના નામ:

આંબાઝટી-હર્દિકભાઈ નવીનભાઈ રાઠવા ૨૨૦ મત મેળવી ૧૧ મતથી વિજેતા
કુકણા – વર્ષાબેન જયંતિભાઈ રાઠવા ૪૦૮ મત મેળવી ૧૬૧ મતથી વિજેતા.
રાયપુર – રાઠવા છત્રસિંહ નવલસિંહ ૪૬૬ મત મેળવી૬૨ મતથી વિજેતા.
સાલોજ – જીતેન્દ્રભાઈ છીતુભાઈ કોલચા ૪૩૮ મત મેળવી ૧૫૩ મત થી વિજય.
સિહોદ – અજય ભાઈ ગોવિંદભાઈ રાઠવા ૪૮૯ મત મેળવી ૧૨૩ મત થી વિજય.
રાજપુર (ભીં) – પારૂલબેન ચંદ્રકાંતભાઈ કોલચા ૩૭૫ મત મેળવી ૧૩૩ મત થી વિજય.
ચુડેલ – અનસીબેન રણજીતભાઈ રાઠવા ૪૩૦ મત મેળવી ૬૨ મત થી વિજય.
નાનીરાસલી – રસિકભાઈ શંકરભાઈ રાઠવા ૧૭૮ મત મેળવી ૩૬ મત થી વિજય.
ઠલકી – તિલકરાજ પ્રવીણભાઈ રાઠવા ૬૪૦ મત મેળવી ૬ મતથી વિજય.
નાનીબેજ – વિદ્યાબેન બિપીનભાઈ બારીયા ૬૨૦ મત મેળવી ૧૬૧ મતથી વિજય.
મોટીરાસલી – દારાસિંગભાઈ રમણભાઈ કોલી ૩૧૭ મત મેળવી ૭૮ મતથી વિજય.
બાર – લખીબેન બળવંતસિંહ રાઠવા ૩૭૩ મત મેળવી ૬૭ મતથી વિજય.
વસનગઢ – મણીબેન જીવનસિંહ રાઠવા ૪૧૧ મત મેળવી ૧૩૭ મતથી વિજય.
કરસન – પંકજભાઈ વિનોદભાઈ રાઠવા ૭૪૫ મત મેળવી ૧૭૩ મત મેળવી ૧૭૩ મતથી વિજય.
ભાનપુરી – અક્ષયકુમાર રૂપસિંહ રાઠવા ૫૭૫ મત મેળવી ૮૪ મતથી વિજય.
સીથોલ – ઉદેસિગ અમરસિંગ રાઠવા ૭૨૫ મત મેળવી ૧૯૩ મતથી વિજય.
ભિંડોલ – ધર્મિષ્ઠાબેન શંકરભાઈ રાઠવા ૭૧૦ મત મેળવી ૩૮૧ મતથી વિજય.
હરખપુર – સુશીલાબેન પ્રવીણભાઈ રાઠવા ૫૯૨ મત મેળવી ૨૬૩ મતથી વિજય.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર


Share

Related posts

બનાસકાંઠા-ગામના પાદરમાં ઘૂસી આવ્યું રીંછ દાંતીવાડાના ડેરી ગામની ઘટના-લોકોમાં ભય …

ProudOfGujarat

સુરત શહેરના હોકર્સને ન્યાય મેળવવા માટે નેશનલ એસોસિએશન ઓફ વેન્ડર ઓફ ઈન્ડિયા દ્વારા પાલિકા કચેરીએ ધરણાં પ્રદર્શન સાથે વિરોધ કરાયો.

ProudOfGujarat

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ: પણ માનવ મહેરામણ છલકાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!