છોટાઉદેપુર રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે છોટાઉદેપુરની અદ્યતન સુવિધાથી સજ્જ સહાયક વાહન વ્યવહાર અધિકારીની રૂા. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત કચેરી અને રૂા. ૧.૫૯ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા સંખેડા બસ સ્ટેશનનું ઈ-લોકોર્પણ કરાયું હતુ. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ અને રાજ્ય કક્ષાનાં વાહન વ્યવહાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે એસ.ટી નિગમનાં માણસો, લાખણી, કુકરમુંડાના એસ.ટી. બસ સ્ટેશન, નલીયાતથા ગઢડાનાં ડેપો-વર્કશોપનુ અને જામનગરની આર.ટી.ઓ. તેમજ આણંદ, ગીર સોમનાથ અને ખંભાળીયાની એ.આર.ટી.ઓ કચેરીઓ સહિતનાં વિકાસનાં કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય હંમેશા આપત્તીને આશીર્વાદમાં પલટાવવા સક્ષમ છે. કોરોના મહામારી વચ્ચે પણ આપણી રોજીંદી પ્રવૃતિઓ ધમધમતી રાખવાની છે. રાજ્યમાં મોટાભાગનાં વિકાસનાં કામો પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. આજે આર.ટી.ઓ., એ.આર.ટી.ઓ., બસ સ્ટેશન, સ્ટાફ ક્વાટર્સ સહિતના કામોનુ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારની નેમ રહી છે કે, વિકાસના કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય, જેની પ્રતિતી આજે થઈ રહી છે. રાજ્ય સરકારે ઉત્તમ જનસુવિધાની સાથે જનતાની સલામતીની ચિંતા કરી છે. સરકારે એસ.ટી. સેવાને કમાણીનીનું નહિ પણ પણ જનસેવાનુ માધ્યમ બનાવ્યુ છે. રાજ્ય સરકાર છેવાડાનો કોઈ પણ નાગરિક એસ.ટી. બસ સેવાથી વંચિત ન રહે તેવા નિર્ધાર સાથે કામ કરી રહી છે. લોકોને અદ્યતન સેવા-સુવિધાઓ મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે. પર્યાવરણનાં રક્ષણ માટે ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ એસ.ટી. વિભગનાં કર્મચારીઓને અભિનંદન પાઠવતા કહ્યુ કે, કોરોના સંકટમાં રાજ્યના એસ.ટી. વિભાગનાં કર્મચારીઓએ પણ રાત-દિવસ જોયા વગર અને જીવ જોખમમાં મૂકીને લોકોની સેવા કરી છે. શ્રમિકોને તેમના વતનમાં પહોચાડવાના હોય કે, સુરતથી સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન પહોંચાડવાનુ કાર્ય પૂરા ખંતથી કર્યુ છે. સાથે સામાજિક અંતર પણ જાળવવાની કાળજી લેવામાં આવી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ લોકોને કોરોના સંક્રમણથી સાવચેત રહેવા, સામાજિક અંતર જાળવવા, માસ્ક પહેરવા અને વારંવાર સાબુથી હાથ ધોવા માટે અનુરોધ કર્યો હતો. વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફળદુએ જણાવ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પરિવહન સેવા અને એસ.ટી સેવામાં આમૂલ પરિવર્તન આવ્યુ છે. લોકોને સુવિધાસભર સેવા આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યા છીએ અને સતત ગરીબ-સામાન્ય લોકો અદ્યતન સુવિધાઓને લાભ મળે તે માટે પ્રયાસરત રહ્યા છે. આ આધુનિક ટેકનોલોજીથી સજ્જ નવી કચેરીઓથી પણ લોકોને અને કર્મચારીઓને પૂરતી સુવિધા મળશે. સાથે જ શ્રી ફળદુએ કોરોના સામેની લડાઈમાં સામાજિક અંતર જાળવવા અનુરોધ કર્યો હતો.
તૌફીક શેખ છોટા ઉદેપુર
Advertisement :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે છોટાઉદેપુરની અદ્યતન સુવિધાથી સજ્જ સહાયક વાહન વ્યવહાર અધિકારીની રૂા. ૪.૫૨ કરોડનાં ખર્ચે નવનિર્મિત કચેરી અને રૂા.૧.૫૯ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા સંખેડા બસ સ્ટેશનનું ઈ-લોકોર્પણ કરાયું હતુ.
Advertisement