Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : બોડેલીની તપોવન વિદ્યાલયમાં વિદ્યાર્થીનીએ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો.

Share

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ તપોવન વિદ્યાલય શાળામાં ધો-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નિષ્ઠાબેન સોલંકીએ બે જિલ્લાઓને સાંકળતી નિબંધ સ્પર્ધામા પ્રથમ ક્રમ મેળવતા શાળાનું ગૌરવ વધાર્યુ છે.

હાલમાં બરોડા ડેરી દ્વારા શ્વેત ક્રાંતિના પ્રણેતા ર્ડા. વર્ગીસ કુરિયનની ૧૦૦ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, તેમાં છોટાઉદેપુર અને વડોદરા જીલ્લાને લગતી સંયુક્ત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નિષ્ઠાબેન સોલંકી આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવતા તેણીએ શાળાનું તેમજ બોડેલી નગરનું ગૌરવ વધાર્યું હતું. નિબંધ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ શાળાના મુખ્ય ટ્રસ્ટી વસંતાબા સોલંકી તેમજ શાળા પરીવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા તેણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરીને તેમજ માર્ગદર્શન આપનાર શિક્ષક ગણને અભિનંદન આપવામાં આવ્યા હતા.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

માંગરોળનાં બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વસરાવી – ડુંગરી ગામનાં ગરીબ લોકોને રાશન કીટનું વિતરણ થયું.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં ઘોંઘબા તાલુકામાંથી રાજકીય અગ્રણીઓ અને યુવાનો આમ આદમી પાર્ટી જોડાયા.

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બે વાહનોમાં ભરેલ વિદેશી દારૂનાં બોક્ષ નંગ 584 સાથે ચાર આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!