છોટાઉદેપુરમાં પોલીસે પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે ગેરકાયદેસર હેરાફેરી કરતા દારૂ ધંધાર્થીઓ પર વોચ રાખતાં કુલ રૂપિયા 65,700 નો દારૂનો જથ્થો કબજે કરી આરોપીઓને ઝડપી પાડયા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એમ.એસ.ભરાડા , ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ / જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરવા માટે દારૂ અને બિયરના ગેરકાયદેસર ધંધાર્થીઓ પર વોચ રાખી અસામાજીક પ્રવૃતિઓને દૂર કરવા માટે એક ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી જે દરમિયાન કરાલી પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.ચોટલીયા અને હે.કો. દશલાભાઈ તથા પો.કો.જસવંતભાઈ તથા પો.કો.અનુપભાઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મજીગામ પાસે મળેલ બાતમીનાં આધારે નંબર વગરની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી થતી હોય આ બાતમીના આધારે કરાલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ઉપર આરોપી અવિનાશભાઈ ઇસલાભાઈ રાઠવા રહે. દેગલા નાલેજ ફળિયું તાલુકો જેતપુર પાવી જિલ્લા છોટાઉદેપુર પાસેથી દારૂની કુલ ૬૮ નંગ બોટલ જેની કિંમત રૂપિયા 35,700 અને બાઇકની કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂ. 65,700 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર