છોટાઉદેપુર જિલ્લામાં વધુ એકવાર પર પ્રાંતમાંથી જળમાર્ગે દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. નસવાડી પોલીસે બોટ સહિત 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નસવાડી પી.એસ.આઈ.સી.ડી. પટેલને બાતમી મળી હતી કે નસવાડીના નર્મદા કિનારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી દારૂ નસવાડીના અંતરિયાળ ગામડામા આવે છે. જે બાતમીને લઈ નસવાડી પોલીસ આખી રાત ડુંગરો પર સંતાઈને બેસી રહેલ અને કડદા ગામ પાસે નર્મદા નદી કિનારે વોચ ગોઠવી હતી. જળમાર્ગે બોટ આવી હોય દારૂની હેરાફેરી ઝડપી પાડી છે.
જોકે બોટમાં દારૂની હેરાફેરી કરનાર આરોપી રાત્રીના અંધારામાં નાસી જવામાં સફળ થયા હતા. પોલીસે રૂપિયા 70,000 ની બોટ અને રૂપિયા 1,47,585 નો ભારતીય બનાવટનો વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ મળી કુલ રૂા. 2,17,585 નો મુદ્દામાલ જપ્ત કરી બોટમાં દારૂની હેરાફેરી કરનાર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના દરગામ તાલુકાના હરખલીના ઉદેસિંગભાઈ સેવીયાભાઈ પાવરા અને એ જ તાલુકાના સેલદાના રહેવાસી ગુરજી બાવજી કે જેઓ રેડ દરમિયાન પોલીસને થાપ આપી નાસી છૂટયા છે.
એમની સામે પ્રોહિબિશનની કલમ 65 AE , 98 ( 2 ) અને 81 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નસવાડી પોલીસને કડદા ગામ નર્મદા કિનારે હોય જ્યાં જવું હોય તોય કેટલા કિમી પગપાળા જવું પડે તે જગ્યાએથી દારૂ પકડવામા સફળતા મળી છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર