છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપૂર તાલુકા માં વન્ય અભ્યારણ આવેલું છે. સરહદી વિસ્તારમાં જંગલી પ્રાણી તેમજ રીંછ દીપડા વસવાટ કરે છે. ત્યારે ઉમરવા ગામે ઘર આંગણે રમતા બાળકને ખેંચી જવાનો પ્રયાસ થયો હતો. છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર માં ડુંગર ની હારમાળા થી રચાયેલો જિલ્લો છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લામા આદિવાસી વસ્તી વધુ પ્રમાણ માં હોવાથી ખેતી તેમજ પશુ પાલનનો વ્યવસાય કરી પોતાનું જીવન પસાર કરે છે. ત્યારે આ અંતરિયાળ વિસ્તારના પાવી જેતપુર તાલુકામા તેમજ ઝોઝ અને બારીયા વિસ્તાર ગાઢ જંગલ થી ઘેરાયેલા છે. તેમજ વન્ય અભ્યારણ માટે જાણીતા છે. અહીંના જંગલમાં જંગલી પશુઓ જેવા કે રીંછ, દીપડા અજગર, સાપ જેવા વન્ય જીવો ખોરાક ની શોધમાં માનવ વસ્તીમાં ધસી આવે છે. એવીજ રીતે ગત રોજ સાંજના પાવી જેતપુર તાલુકાના ઉમરવા નવી વસાહત ખાતે રહેતા અશોકભાઈ રાઠવાના ઘર પાસે આંગણામા બે ભાઈઓ રમતા હતા. ત્યારે એકાએક દીપડા એ હુમલો કરી વંશકુમાર અશોકભાઈ રાઠવા ને બોચીમાં પકડી ખેંચી લઇ જવાનો પ્રયાસ કરતા તેના ભાઈ એ બુમાબુમ કરતા ઘરમાંથી તેના પિતા અશોકભાઈ દોડી આવી વંશ ને બચાવવા નો પ્રયત્ન કરતા તેઓના હાથે પણ દીપડાએ હુમલો કર્યો હતો. પરંતુ વંશ ને ગંભીર ઇજા થતા સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. તેની જાણ વન વિભાગને કરતા વન સંરક્ષક નિલેશ પંડ્યા તેઓની વન વિભાગ ની ટીમ સાથે તાબડતોડ ઉમરવા ખાતે દોડી આવી કાયદેસર ની કાર્યવાહી કરી દીપડા ને ઝબ્બે કરવા રાત્રીમાં જ પિંજરા ગોઠવ્યા હતા. પરંતુ હુમલો કરનાર દીપડો પાંઝરે નહિ પુરાતા દિવસમાં બીજા ત્રણ પાંજરા ગોઠવ્યા છે. દીપડા ને શોધી કાઢી પાંજરે પુરવા વનવિભાગની ટીમ ખુબજ મેહનત સાથે સતત કામગીરી કરી રહી છે.
તૌફીક શેખ:- છોટાઉદેપુર