Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ દ્વારા આપેલા જિલ્લા બંધનાં એલાનના પગલે જિલ્લો સજ્જડ બંધ રહ્યો હતો.

Share

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ દ્વારા આપેલા જિલ્લા બંધનાં એલાનના પગલે જિલ્લો સજ્જડ બંધ રહ્યો, તમામ લોકોના સહકાર બદલ આભાર માન્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ ઉપર આદિવાસી હોવાનો જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ દ્વારા આજ રોજ જિલ્લા બંધનું એલાન આપ્યું હતું જેના પગલે છોટાઉદેપુર જિલ્લોમા વાહન વ્યવહાર બંધ રહ્યો તેમજ જિલ્લો સજ્જડ બંધ રહેવા પામ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ ઉપર આદિવાસીઓ હોવાના જ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે જેના પગલે આદિવાસીઓ ઉપર અન્યાય થઇ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ એક થઈ લડત આપી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર જિલ્લો બંધનું એલાન આપતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં શાકભાજીથી લઈ વાહન વ્યવહાર સુધા બંધ થઈ ગયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર, બોડેલી, છોટાઉદેપુર, કવાંટ, નસવાડી વિસ્તારની અંદર આખી રાત આદિવાસી અગ્રણીઓ જાગીને જીલ્લો સજ્જડ બંધ રહે તે માટે કાર્યરત હતા. છોટાઉદેપુર નગરમાં અલગ અલગ સ્થળે તેમજ પાવી જેતપુર બસ સ્ટેન્ડ ઉપર વહેલા મળસકેથી જ ટાયરો સળગાવી રસ્તા રોકી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો તેમજ આગલા દિવસથી જ સમગ્ર જિલ્લામાં માર્કેટમાં આદિવાસીઓ ફરીને વિનંતી કરીને આવતીકાલે બંધ રાખવા માટેની અપીલ કરી હતી જેના પગલે ૭ ફેબ્રુઆરી શુક્રવારના રોજ સમગ્ર જિલ્લામાં બંધ પળાયો હતો. વહેલી સવારે બોડેલી તરફથી કેટલાક વાહનો આવતા હોય ત્યારે પાવીજેતપુર થી પાંચ થી સાત ગાડીઓ ભરી આદિવાસીઓ બોડેલી મુકામે પહોંચી બોડેલી થી આવતા વાહનોને અટકાવી દેવાયા હતા. છેલ્લા ત્રણ માસથી વધુ સમયથી આ આંદોલન ચાલી રહ્યું છે. ૨૪ જેટલા આદિવાસીઓને લોકરક્ષક દળ ની ભરતી માં અન્યાય થયો છે. ત્યારે આજરોજ છોટાઉદેપુર જિલ્લો બંધ રાખી તંત્રને જગાડવાનો પ્રયાસ આદિવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેટલાક આદિવાસી નેતાઓએ જણાવ્યું હતું કે ઓરીજનલ આદિવાસી હોવાની ઝાખી હવે તંત્રને કરાવવી જ પડશે. ૯ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર પહોંચી આદિવાસીઓ આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાના છે. આજ રોજ જિલ્લામાં બંધમાં સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તૌફીક શેખ:- છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

પંચમહાલ : શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા દ્વારા ઓનલાઇન ફિનિશિંગ સ્કૂલનો પ્રારંભ.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

ઝધડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સ્કોલરશિપમાં ગેરરીતી થતી હોવાનો આક્ષેપ કરી મુખ્યમંત્રી અને રાજયપાલને પત્ર લખી તપાસ કરવા માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!